Get The App

સાંસદ પપ્પુ યાદવનો દીકરો પણ IPLમાં રમશે, KKRએ 30 લાખમાં ખરીદ્યો

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
સાંસદ પપ્પુ યાદવનો દીકરો પણ IPLમાં રમશે, KKRએ 30 લાખમાં ખરીદ્યો 1 - image


Pappu Yadav's Son Sarthak Joins KKR : અબુ ધાબીના એતિહાદ એરીનામાં આજે (16 ડિસેમ્બર) યોજાયેલી IPL-2026ના મીની ઓક્શનમાં ભારતીય ક્રિકેટર અને લોકસભા સાંસદ પપ્પુ યાદવના પુત્ર સાર્થક રંજન પર સફળ બોલી લાગી છે. સાર્થકને ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે. શાહરૂખ ખાનની સહ-માલિકીવાળી કેકેઆર ટીમમાં સાર્થકની આ પ્રથમ વખત એન્ટ્રી થઈ છે.

પપ્પુ યાદવ પૂર્ણિયા લોકસભા બેઠક પરથી સાંસદ

સાર્થક રંજન રાજકારણી પરિવારમાંથી આવે છે. તેમના પિતા પપ્પુ યાદવ પૂર્ણિયા લોકસભા બેઠક પરથી સાંસદ છે, જ્યારે તેમના માતા રણજીત રંજન કોંગ્રેસના ટિકિટ પર છત્તીસગઢમાંથી રાજ્યસભા સાંસદ છે. 29 વર્ષીય સાર્થકે ગયા વર્ષે માર્ચમાં કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યા બાદ ખૂબ ચર્ચામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતે 4 બોલમાં 4 વિકેટ લેનાર ખેલાડીને 7 કરોડમાં ખરીદ્યો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો?

11 મેચમાં ચાર અડધી સદી ફટકારી 495 રન નોંધાવ્યા

સાર્થક રંજને દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025માં નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. એક ઓપનિંગ બેટ્સમેન તરીકે તેણે 11 મેચોની 10 ઇનિંગ્સમાં 55ની એવરેજથી 495 રન બનાવ્યા હતા, જેમાં ચાર અડધી સદી સામેલ છે. ડીપીએલ 2025માં તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં બીજા ક્રમે છે.

સાર્થકે 2018માં હૈદરાબાદ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું

જોકે, સાર્થકનો દિલ્હી તરફથી સ્થાનિક ક્રિકેટનો રેકોર્ડ સાધારણ રહ્યો છે. તેણે અત્યાર સુધી દિલ્હી માટે બે ફર્સ્ટ ક્લાસ, ચાર લિસ્ટ-A અને પાંચ ટી20 મેચ રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 9.33ની સરેરાશથી 28 રન બનાવ્યા છે, જ્યારે લિસ્ટ-Aમાં 26.25ની સરેરાશથી 105 રન અને ટી20 ક્રિકેટમાં 13.20ની સરેરાશથી 66 રન નોંધાવ્યા છે. સાર્થકે નવેમ્બર 2018માં હૈદરાબાદ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું. IPLમાં જોડાવાથી હવે એ જોવું રસપ્રદ રહેશે કે આગામી સિઝનમાં KKR માટે સાર્થકને કેટલી મેચોમાં રમવાની તક મળે છે.

આ પણ વાંચો : કેમરન ગ્રીન IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, જુઓ TOP-10 યાદી

Tags :