NRI News

અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા: નવો સ્ટોર ખોલ્યાના 7મા દિવસે માતમ

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
અમેરિકાના ટેનેસી સ્ટેટના જેકસન શહેરમાં મૂળ મહેસાણાના સુરેશ પટેલની 19 વર્ષની દીકરી સામે હત્યા થઈ છે. નવા સ્ટોર ખોલ્યાના 7મા દિવસે લૂંટના ઈરાદે એક શખસે ગોળીબાર કરતા સુરેશભાઈનું મોત થયું. મૂળ મહેસાણાના આખજના સુરેશ પટેલ 30 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા. આ ઘટનાથી ગુજરાતી સમાજમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા: નવો સ્ટોર ખોલ્યાના 7મા દિવસે માતમ

Gujarati NRI Killed In Front Of Daughter USA: ફોરેન ગુજરાતી પર હુમલા અને હત્યાના બનાવની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા કરવામાં આવી છે. મૂળ મહેસાણાના સુરેશ પટેલે અમેરિકાના ટેનેસી સ્ટેટના જેકસન શહેરમાં સ્ટોર ખોલ્યો હતો. જેમાં નવો સ્ટોર ખોલ્યાના 7મા દિવસે લૂંટના ઈરાદે તેમની હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા

મળતી માહિતી મુજબ, અમેરિકાના જેકસન શહેર ખાતે સુરેશ પટેલે ખોલેલાં સ્ટોરમાં ગત 20 ઓગસ્ટના રોજ લૂંટના ઈરાદે એક શખસ ઘૂસ્યો હતો. આ દરમિયાન લૂંટ કરવા આવેલા શખસે ગોળીબાર કરતાં સુરેશનું મોત નીપજ્યું હતું.

મૃતક સુરેશનું વતન મહેસાણાનું આખજ હોવાનું જણાય છે. પ્રાપ્ત વિગત અનુસાર, સુરેશ પટેલનો મોટાભાગનો પરિવાર અમેરિકામાં રહે છે અને છેલ્લા 30 વર્ષથી ત્યાં સ્થાયી થયા હતા.