સપાના 25-26 સાંસદો ભાજપમાં જોડાવા તૈયાર, યુપીના ડે. CMના દાવાથી રાજકીય ગરમાવો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttar Pradesh Politics News : મહારાષ્ટ્રમાં શિવસેના અને પશ્ચિમ બંગાળમાં TMCમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે ચોંકાવનારો દાવો કર્યો છે કે, સમાજવાદી પાર્ટીના 25થી 26 સાંસદો હાલમાં પક્ષ બદલવા અને પાર્ટી તોડવા માટે સંપૂર્ણ તૈયાર બેઠા છે. મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરેના પક્ષોમાં થયેલા ભંગાણ બાદ હવે અખિલેશ યાદવની પાર્ટીનો વારો હોવાના ભાજપ નેતાઓના દાવા વચ્ચે આ નિવેદન આવ્યું છે.
અખિલેશના સાંસદો આપોઆપ પક્ષ છોડી દેશે : કેશવ પ્રસાદ મૌર્ય
નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે (Keshav Prasad Maurya) સ્પષ્ટ કહ્યું કે, ભાજપ અત્યારે સપાને પોતાની મેળે નથી તોડી રહી. વર્ષ 2027ની યુપી વિધાનસભા ચૂંટણી સુધીમાં આ નેતાઓ પોતાના આંતરિક વિખવાદના કારણે આપોઆપ જ પક્ષ છોડીને ચાલ્યા જશે.
कानपुर पहुंचे डिप्टी सीएम केशव प्रसाद मौर्य का बड़ा बयान। बोले- सपा के 25-26 सांसद टूटने को तैयार हैं। कहा- हम किसी को तोड़ना नहीं चाहते, लोग खुद फैसला कर रहे हैं। सपा की साइकिल सत्ता के गलियारे में नहीं जा सकती।@samajwadiparty @BJP4UP pic.twitter.com/4D2KRoQQ37
— Shyam Tiwari (@Shyamtiwariknp) June 17, 2026
આ પણ વાંચો : ‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો...’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ
ઓમ પ્રકાશ રાજભરે પણ સપા તૂટવાનો દાવો કર્યો હતો
આ અગાઉ, રાજ્ય સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે, સમાજવાદી પાર્ટીમાં બહુ મોટું ભંગાણ થવાનું છે. રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ સોંપ્યો છે. તેમણે ખનન અને ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આખો યુપી તેના માસ્ટરમાઇન્ડને જાણે છે અને કાયદાકીય સકંજો કસાવાના ડરથી આખી સપા ભાજપમાં જોડાવા તૈયાર બેઠી છે. આ તરફ યુપીના મંત્રી મનોજ પાંડેયે પણ કટાક્ષ કર્યો કે, સત્તામાં હતા ત્યારે લોકોને ભગાડનારી સપા સાથે આજે કોઈ રહેવા માંગતું નથી.
સપાનો રાજભરને વળતો જવાબ
ભાજપના આ તમામ દાવાઓ પર સમાજવાદી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને સપા ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેયે લખનઉમાં વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'ઓમ પ્રકાશ રાજભર પોતે પોતાનામાં જ એક મોટો સ્કેમ છે.' જ્યારે સપા નેતા રવિદાસ મેહરોત્રાએ રાજભરને બેમોઢાવાળા ગણાવીને કહ્યું કે, તેઓ માત્ર મંત્રી પદ બચાવવા આવા નિવેદનો આપે છે. 2027માં અખિલેશ યાદવના નેતૃત્વમાં જ સરકાર બનશે અને સપાનો એક પણ નેતા ભાજપમાં નહીં જાય.









