Entertainment

પરશુરામ બનવા વિક્કી કૌશલ 25 કિલો વજન વધારશે

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અભિનેતા વિક્કી કૌશલ 'મહાવતાર' ફિલ્મમાં ભગવાન પરશુરામનું પાત્ર ભજવવા 25 કિલો વજન વધારશે. ડિસેમ્બરથી શૂટિંગ શરૂ થવાનું હોવાથી, તે 3 મહિના સઘન તાલીમ લેશે. આ માટે 'છાવા' ફિલ્મના કોચ તેજસ લાલવાનીની મદદ લેશે. વિક્કીને રોજના 250થી 500 કેલરી વધુ ખોરાક અને 8 કલાકની ઊંઘ લેવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પરશુરામ બનવા વિક્કી કૌશલ 25 કિલો વજન વધારશે
  • ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરુ થવાનું છે
  • છાવાના જ કોચની મદદ લેશે, ખોરાક તથા ઉંઘ બંને વધારવાં પડશે

મુંબઇ : 'મહાવતાર' ફિલ્મમાં પરશુરામની ભૂમિકા ભજવવા માટે વિક્કી કૌશલ પચ્ચીસ કિલો વજન વધારવાનો છે.
અગાઉ ૨૦૨૫માં 'છાવા' ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજના પાત્રને ન્યાય આપવા વિક્કી કૌશલે તેનું વજન ૮૦ કિલોમાંથી વધારીને ૧૦૫ કિલો કર્યું હતું.
'મહાવતાર'ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થવાનું છે. પણ તે પહેલાં ત્રણ મહિના પરશુરામના પાત્ર માટે વિક્કી કૌશલ વજન વધારવાની તૈયારીઓ કરવાનો છે.
આ ફિલ્મમાં પરશુરામની ભૂમિકા ભજવવા માટે વિક્કી કૌશલ તેનું વજન ૨૫ કિલો વધારવા માટે તેના ફીટનેસ કોચ તેજસ લાલવાની સાથે ફરી કામ કરશે. લાલવાનીએ છાવામાં વિક્કીને વજન વધારી આપ્યું હતું. પરશુરામના પાત્રની અજેયતા અને અમરતાને અસરકારક રીતે ઉપસાવવા વિક્કી કૌશલ સઘન શારીરિક તાલીમ લેશે.
વિક્કી કૌશલને તેનું વજન વધારવા માટે રોજ અઢીસોથી પાંચસો કેલરી ધરાવતો ખોરાક લેવો પડશે અને સ્નાયુઓને યોગ્ય રીતે વિકસાવવા માટે રોજ ફરજિયાત આઠ કલાકની ઉંઘ લેવી પડશે. વિક્કી કૌશલે પરશુરામની પરશુ ચલાવવા માટે પણ ખાસ તાલીમ લેવી પડશે.