Entertainment

ફિલ્મ બન્યા પછી પણ મિર્ઝાપુર સીરિઝની ચોથી સીઝન આવશે

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
'મિર્ઝાપુર' ચાહકો માટે ખુશખબર! લોકપ્રિય ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝની ચોથી સીઝનની પટકથા લખાઈ રહી છે. 4 સપ્ટેમ્બરે 'મિર્ઝાપુર: ધ મૂવી' થિયેટરોમાં રજૂ થશે, જે ફ્રેન્ચાઈઝીનું કેન્દ્ર બનશે. ગુડ્ડુની સ્થિતિ અને કાલીન ભૈયાના પુનરાગમન સાથે સત્તાનો સંઘર્ષ ચાલુ રહેશે. નિર્દેશક ગુરમિત સિંહે જણાવ્યું કે વાર્તા સિરીઝ અને ફિલ્મ બંને માટે આકર્ષક રીતે વિકસાવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મ બન્યા પછી પણ મિર્ઝાપુર સીરિઝની ચોથી સીઝન આવશે

મુંબઇ : 'મિર્ઝાપુર'ના નિર્દેશક ગુરમિત સિંહે હાલ સિઝન ફોરની પટકથા લખાઇ રહી હોવાનું જણાવતાં એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે 'મિર્ઝાપુરઃ ધ મૂવી' બાદ પણ મિર્ઝાપુર યુનિવર્સ વિસ્તરતું રહેશે.
લોકપ્રિય ક્રાઇમ થ્રીલર વેબ સિરિઝની લોકપ્રિયતાનો કસ કાઢવા માટે ચોથી સપ્ટેમ્બરે 'મિર્ઝાપુરઃ ધ મૂવી' થિયેટર્સમાં રજૂ કરવામાં આવી રહ્યુંં છે.
ગુરમિત સિંહના જણાવ્યા અનુસાર' મિર્ઝાપુરઃ ધ મૂવી' હવે એ ફ્રેન્ચાઇઝીનું કેન્દ્ર બની ગયું હોવાથી આગામી સિઝન કેવી રીતે આકાર લેશે તે કહેવાનું મુશ્કેલ બની ગયું છે. ગુડ્ડુની નાજુક સ્થિતિ અને કાલીન ભૈયાનું પુનરાગમન અને બાકીના પાત્રોની વફાદારીઓ સતત બદલાતી રહેતી હોઇ સત્તાનો સંઘર્ષ આગળ ચાલશે.
'મિર્ઝાપુરઃ ધ મૂવી'ની પટકથા પુનિત કૃષ્ણને લખી છે જ્યારે ફિલ્મનું નિર્દેશન ગુરમિત સિંહે કર્યું છે.
હવે સ્ટોરીલાઇન એવી રીતે ડેવલપ કરવામાં આવી રહી છે કે સિરિઝ અને ફિલ્મ એમ બંને ફોર્મેટમાં તેને આકર્ષક રીતે રજૂ કરી શકાય.