Astro

વાંચો તમારું 01 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
આજનો દિવસ મેષથી મીન રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે. કેટલાક જાતકોને ધંધામાં લાભ અને કામમાં સાનુકૂળતા મળશે, જ્યારે અન્યોને નોકરી-ધંધાની ચિંતા અને ખર્ચનો સામનો કરવો પડશે. રાજકીય-સરકારી કામમાં સાવધાની રાખવાની જરૂર છે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ રહી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 01 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં સાનુકૂળતા મળી રહેવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
કર્ક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં મુશ્કેલી જણાય.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ શકે.
કન્યા : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ રહે.
તુલા : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય.
વૃશ્ચિક : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને જણાય. અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
ધન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. કામનો ઉકેલ આવે.
મકર : બેંકના, વીમા કંપનીના, શેરોને લગતા કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં ઘરાકી જણાય. સામાજિક-વ્યવહારિક કામ રહે.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. આનંદ રહે.
મીન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ