Entertainment

આયુષમાન- શર્વરીની યહ પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણ

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
અનુપમ ખેરે મુંબઈમાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ અભિનીત ફિલ્મ 'યેહ પ્રેમ મોલ લિયા'નું શૂટિંગ પૂર્ણ થયાની જાહેરાત કરી. તેમણે સેટ પરથી તસવીરો શેર કરી અને નિર્દેશક સૂરજ બડજાત્યાના વખાણ કર્યા. હવે પોસ્ટ-પ્રોડક્શન શરૂ થશે. હિમેશ રેશમિયા પહેલીવાર સૂરજ બડજાત્યા સાથે જોડાયા છે. આ ફિલ્મ આગામી નવેમ્બરમાં રિલીઝ થવાની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આયુષમાન- શર્વરીની યહ પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણ
  • અનુપમ ખેરે તસવીરો પોસ્ટ કરી
  • હવે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ થશે, આગામી નવેમ્બરમાં રજૂ થવાની છે

મુંબઇ : આયુષમાન અને શર્વરીની ફિલ્મ 'યેહ પ્રેમ મોલ લિયા'નું શૂટિંગ પૂર્ણ થયું છે. ફિલ્મના સેટ પરથી વાયરલ થયેલી એક તસવીરમાં આયુષમાન ઓફ વ્હાઈટ કૂર્તા તથા શર્વરી રેડ સાડીમાં સજ્જ જોવા મળ્યાં હતાં. હવે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ થશે. ફિલ્મ આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ દ્વારા પહેલીવાર હિમેશ રેશમિયા સૂરજ બડજાત્યા સાથે કોલબરેટ કરી રહ્યો છે. એેક્ટર અનુપમ ખેરે નિર્દેશક સૂરજ બડજાત્યા સાથે તેની આગામી ફિલ્મ 'યહ પ્રેમ મોલ લિયા'નું શૂટિંગ પુરી કરી લીધું હોવાની જાહેરાત કરતાં સેટ પરની તસવીરો અને વિડિયો સોશ્યલ મિડિયા પર મુકી હતી.
અનુપમ ખેરે સૂરજ બડજાત્યાની ભરપૂર પ્રશંસા કરવા સાથે તેનો આભાર પણ માન્યો હતો.
અનુપમ ખેરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જણાવ્યું હતું કેે. જ્યાં સિનેમા સહિત તમામ ચીજો સતત બદલાઇ રહી છે ત્યાં સૂરજે પોતાની ઇમાનદારી અને લાગણીઓ સાથે કોઇ સમાધાન કર્યા વિના ભારતીય પરિવારો, તેમના સંબંધો અને મૂલ્યોને સાચવી રાખ્યા છે તે તેની સૌથી મોટી તાકાત છે.