World

UAEમાં સત્તા પરિવર્તનના એંધાણ! રાષ્ટ્રપ્રમુખ નાહ્યાને પુત્રને સોંપી 21 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ!

By GS TEAM
2 Feb 20262 mins read
TukuTouch Logo
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેતો સામે આવ્યા છે. યુએઈના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન જાયદે એક મોટો નિર્ણય લેતા તેમના મોટા પુત્ર અને યુવરાજ શેખ ખાલિદને 260 અબજ ડોલર (અંદાજે 21.58 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સોંપી દીધી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ પગલાને યુએઈમાં સત્તાના હસ્તાંતરણ અને વારસાને સુરક્ષિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

UAEમાં સત્તા પરિવર્તનના એંધાણ! રાષ્ટ્રપ્રમુખ નાહ્યાને પુત્રને સોંપી 21 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ!

UAE Political News : સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેતો સામે આવ્યા છે. યુએઈના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન જાયદે એક મોટો નિર્ણય લેતા તેમના મોટા પુત્ર અને યુવરાજ શેખ ખાલિદને 260 અબજ ડોલર (અંદાજે 21.58 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સોંપી દીધી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ પગલાને યુએઈમાં સત્તાના હસ્તાંતરણ અને વારસાને સુરક્ષિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

પરિવારમાં આંતરિક વિવાદ અને સત્તા સંઘર્ષ

નાહયાન પરિવારમાં સત્તાને લઈને આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન જાયદના નાના ભાઈ તહનૂન જાયદ સત્તાના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તહનૂન જાયદ હાલમાં સુરક્ષા પ્રમુખ છે અને તેમના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર સાથે ગાઢ સંબંધો છે. રાષ્ટ્રપ્રમુખને ડર છે કે, તહનૂન ભવિષ્યમાં સત્તા કબજે કરવા માટે કોઈ મોટું પગલું ભરી શકે છે, જેના કારણે તેમણે સમય પહેલા પુત્રને અબજોની સંપત્તિ સોંપીને ભવિષ્યના રાષ્ટ્રપ્રમુખ તરીકેના સ્પષ્ટ સંકેત આપી દીધા છે.

કોણ છે શેખ ખાલિદ બિન મોહમ્મદ?

44 વર્ષીય શેખ ખાલિદ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન જાયદના સૌથી મોટા પુત્ર છે. વર્ષ 2016માં સુરક્ષા પ્રમુખ તરીકે રાજકારણમાં પ્રવેશ્યા બાદ 2023માં તેમને યુએઈના યુવરાજ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો છે. હવે આટલી મોટી સંપત્તિ તેમના નામે ટ્રાન્સફર થવાથી તેમનું કદ સરકાર અને શાહી પરિવારમાં ઘણું વધી ગયું છે.

આ પણ વાંચો : દુનિયાભરની સ્માર્ટફોન-લેપટોપ ઈન્ડસ્ટ્રીને ફટકો પડશે? કાંગોની ખાણમાં 200 શ્રમિકોના મોત બાદ ચિંતા વધી

વિશ્વનો બીજો સૌથી ધનિક પરિવાર

બ્લૂમબર્ગના 2025ના રિપોર્ટ અનુસાર, નહયાન પરિવાર વિશ્વનો બીજો સૌથી ધનિક પરિવાર છે. આ પરિવારની કુલ સંપત્તિ 335 અબજ ડોલર (આશરે 27.80 લાખ કરોડ રૂપિયા) છે. તેમની આ અઢળક સંપત્તિનો મુખ્ય સ્ત્રોત તેલનો વ્યવસાય છે. હવે આ કુલ સંપત્તિમાંથી મોટો હિસ્સો એટલે કે 260 અબજ ડોલર શેખ ખાલિદને આપી દેવાઈ છે.

સાઉદી અરેબિયા સાથેનો વિવાદ પણ કારણભૂત? 

યુએઈના પાડોશી દેશ સાઉદી અરેબિયા સાથે પણ છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. તહનૂન જાયદને સૌદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નજીકના માનવામાં આવે છે. આ સંજોગોમાં રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન જાયદ પોતાના પુત્રને આર્થિક અને રાજકીય રીતે વધુ મજબૂત બનાવીને દેશની સત્તા પર પકડ મજબૂત રાખવા માંગે છે.

આ પણ વાંચો : વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો શું થઈ જાહેરાત