Get The App

વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો બજેટમાં શું થઈ જાહેરાત

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો બજેટમાં શું થઈ જાહેરાત 1 - image


Budget 2026-27 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં વિદેશ ફરવાના શોખીનો, વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને દર્દીની સારવાર માટે વિદેશ મોકલાતા નાણાંને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે ‘લિબરાઈજ્ડ રેમિટન્સ સ્કીમ’ (LRS) હેઠળ અભ્યાસ અને મેડિકલ માટે વિદેશ મોકલાતા નાણાં (રેમિટન્સ) તેમજ વિદેશના ટુર પેકેજના વેચાણ પર સ્રોત પરનો ટેક્સ ઘટાડીને બે ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો બજેટમાં શું થઈ જાહેરાત 2 - image

વિદ્યાર્થી અને દર્દીઓને મોકલાતા નાણાં પર TCS ઘટાડાયો

નાણાંમંત્રીએ LRS હેઠળ એજ્યુકેશન અને મેડિકલ હેતુ હેઠળના ‘સ્ત્રોત પર એકત્રિત કરાયેલ ટેક્સ’ (TCS) દરને પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરવાની જાહેરાત કરી છે. પ્રસ્તાવ મુજબ, શિક્ષણ અથવા દર્દીની સારવાર માટે 10 લાખ રૂપિયાથી વધુ રકમ મોકલવા પર પાંચ ટકાના બદલે બે ટકા TCS લાગુ પડશે. હાલ LRS યોજના હેઠળ ભારતમાં રહેતા સગીર સહિત તમામ નાગરિકો દર વર્ષે 2,50,000 ડૉલર સુધીની રકમ વિદેશ મોકલી શકે છે. અત્યાર સુધી આના પર પાંચ ટકા TCS દર લાગુ પડતો હતો, જોકે હવે તેમાં શિક્ષણ અને સારવાર સિવાય અન્ય માટે મોકલાતા નાણાં પર 20 ટકા ટીસીએસ દર યથાવત્ રહેશે.

આ પણ વાંચો : બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ

વિદેશમાં ફરવું સસ્તું થયું

બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ વિદેશમાં ફરવું પણ સસ્તુ થયું છે. નાણામંત્રીએ વિદેશ પ્રવાસ પેકેજના વેચાણ પરનો ટીસીએસ દર પાંચ અને 20 ટકાથી ઘટાડીને સીધું જ બે ટકા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. વર્તમાનમાં 10 લાખ રૂપિયા સુધીના વિદેશ પ્રવાસના પેકેજ પર પાંચ ટકા અને તેથી વધુના પેકેજ પર 20 ટકા ટીસીએસ લાગુ છે. 

આ પણ વાંચો : ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર ! કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો