Get The App

દુનિયાભરની સ્માર્ટફોન-લેપટોપ ઈન્ડસ્ટ્રીને ફટકો પડશે? કાંગોની ખાણમાં 200 શ્રમિકોના મોત બાદ ચિંતા વધી

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
દુનિયાભરની સ્માર્ટફોન-લેપટોપ ઈન્ડસ્ટ્રીને ફટકો પડશે? કાંગોની ખાણમાં 200 શ્રમિકોના મોત બાદ ચિંતા વધી 1 - image


Congo Landslide : આફ્રિકી દેશ કોંગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને મોટી આફત ઉભી કરી છે. અહીં રૂબાયા કોલ્ટન ખાણમાં બે વખત ભૂસ્ખલનની ઘટના બનતા 200થી વધુ લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કીચડમાં અનેક લોકો દબાયેલા હોવાની આશંકાના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે. બીજીતરફ કોંગોમાંથી મોટાપ્રમાણમાં કોલ્ટનનો સપ્લાય થતો હોવાથી તેમજ સપ્લાયને અસર પડવાની સંભાવનાના કારણે વિશ્વભરના ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. 

કીચડ નીચે હજુ પણ અનેક લોકો દબાયા હોવાની આશંકા

મીડિયા રિપોર્ટ મુજબ, કોંગોમાં ભારે વરસાદના કારણે 28 જાન્યુઆરીના રોજ પહેલો ભુસ્ખલન આવતા પહાડનો એક ભાગ તૂટી ગયો હતો. જ્યારે 29મીએ પણ ભૂસ્ખલનની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે રૂબાયા કોલ્ટન ખાણમાં ભૂસ્ખલન થયું હતું. રૂબાયા કોલ્ટન ખાણ મિલિશિાય ગ્રૂપ-એમ23ના સશસ્ત્રધારી બળવાખોર જૂથના કબજામાં છે. અધિકારીઓ અને બળવાખોરોએ ઘટના અંગે માહિતી આપતા કહ્યું છે કે, ઘટના સ્થળે છેલ્લા પાંચ દિવસથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

મૃત્યુઆંક વધવાની સંભાવના

કીચડ નીચે હજુ પણ અનેક લોકો દબાયા હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. ખીણમાં હાથથી કોલ્ટન નિકાળતા શ્રમિકો કામ કરી રહ્યા હતા. તેમાં શ્રમિકો, બાળકો, માર્કેટમાં શાકભાજી વેંચતી મહિલાઓ પણ સામેલ હતી. ઘટનામાં કેટલાક લોકો બચી ગયા છે, જોકે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : મધ્યપૂર્વમાં યુદ્ધના ભણકારાં, અમેરિકા-ઈઝરાયલની સિક્રેટ મીટિંગમાં ઈરાન વિરુદ્ધ રચાયું 'ચક્રવ્યૂહ'

રૂબાયા ખીણ વિશ્વભર માટે મહત્ત્વની

ગોમા શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર કિવુ પ્રાંતમાં આવેલી રૂબાયા ખીણ વિશ્વભર માટે મહત્તવની છે. કારણ કે, અહીંનું કોલ્ટન (કોલંબાઈટ-ટેન્ટલાઈટ) વિશ્વભરમાં સપ્લાય થાય છે. કોલ્ટનમાંથી ટેન્ટલમ કાઢવામાં આવે છે, જેનો ઉપયોગ સ્માર્ટફોન, લેપટોપ, કોમ્પ્યુટર, એરક્રાફ્ટ એન્જીન અને અન્ય ઈલેક્ટ્રોનિક્સમાં ઉપયોગ થાય છે. વિશ્વભરની કુલ જરુરીયાતમાંથી 15થી 30 ટકા કૉલ્ટન આ જ વિસ્તારમાંથી સપ્લાય થાય છે. કોંગોમાં ભારે વરસાદ પડવાના કારણે તેમજ ભૂસ્ખલનની ઘટનાના કારણે કૉલ્ટનની સપ્લાયને અસર પડવાની સંભાવના હોવાથી વિશ્વભરના ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને ફટકો પડી શકે છે.

આ પણ વાંચો : ઈરાનનાં ક્રુડને બદલે ભારત વેનેઝુએલામાંથી ક્રુડ ખરીદશે : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો