Get The App

પરમાણુ કેન્દ્ર પર હુમલો થયો તો શહેર ખાલી કરાવવા પડશે: ઈરાનમાં યુદ્ધ વચ્ચે કોણે આપી ચેતવણી?

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
પરમાણુ કેન્દ્ર પર હુમલો થયો તો શહેર ખાલી કરાવવા પડશે: ઈરાનમાં યુદ્ધ વચ્ચે કોણે આપી ચેતવણી? 1 - image


IAEA Warning On Iran Nuclear Crisis : અમેરિકા-ઈઝરાયલ ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યા છે. આ ઘર્ષણમાં ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ થયા બાદ હવે અમેરિકાએ પોતાના શક્તિશાળી હથિયાર ચાર બી-2 બૉમ્બરથી ઈરાન પર હુમલા શરુ કરી દીધા છે. હાલ આ બોમ્બર હુમલાના કારણે ઈરાનના પરમાણુ કેન્દ્રને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. બીજી તરફ પરમાણુ ગતિવિધિઓ પર દેખરેખ રાખતી સંસ્થાના પ્રમુખે દાવો કર્યો છે કે, હુમલામાં ઈરાનના પરમાણુ કેન્દ્રનો નુકસાન પહોંચ્યું હોવાનું કોઈ સંકેત મળ્યા નથી.’

ઈરાનના પડોશી દેશોમાં રેડિએશનની સામાન્ય અસર

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી(IAEA)ના પ્રમુખ રાફેલ ગ્રોસીએ સ્પષ્ટ કહ્યું કે, ઈરાનના બુશહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, તેહરાન રિસર્ચ રિએક્ટર અને અન્ય ઇંધણ સેન્ટરો પર હુમલો થયો હોવાના કે નુકસાન થયું હોવાની કોઈ માહિતી સામે આવી નથી. તપાસ બાદ રાહતની વાત એ છે કે, ઈરાનના પડોશી દેશોમાં રેડિએશન સ્તરની અસર સામાન્ય થઈ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ખામેનેઈના મોત મામલે ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, જાણો શું કહ્યું

સંપર્ક છતાં ઈરાની અધિકારીઓનો કોઈ જવાબ નહીં : ગ્રોસી

ગ્રોસીએ કહ્યું કે, ‘IAEA સતત ઈરાની અધિકારીઓનો સંપર્ક કરી રહી છે, પરંતુ યુદ્ધના કારણે ત્યાંથી કોઈ જવાબ મળી રહ્યો નથી. IAEAએ ઈરાન મામલે વિશેષ સત્રની શરુઆત કર્યા બાદ ગ્રોસીએ કહ્યું કે, ‘અમે ઈરાનના ન્યુક્લિયર રેગ્યુલેટરી ઑથોરિટીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે હજુ કોઈ જવાબ મળ્યો નથી. અમને આશા છે કે, અમારી વાતચીતની પ્રક્રિયા વહેલી તકે શરુ થશે.’

‘જો પરમાણુ કેન્દ્ર પર હુમલો થશે તો...’

IAEAના પ્રમુખે ચેતવણી આપી સંયમ જાળવી રાખવાની વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે, જો કોઈપણ પરમાણુ કેન્દ્ર પર હુમલો થશે તો રેડિયો એક્ટિવ ગળતર થવાના કારણે મોટા શહેરોને ખાલી કરવા પડશે. આના કારણે ગંભીર સંકટ ઊભું થઈ શકે છે.’

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો 'વાતચીત'નો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, કહ્યું - ક્યારેય નહીં...