ઇરાન- અમેરિકા યુદ્ધ : પાકિસ્તાન મધ્યસ્થી નહીં, બલિનો બકરો બન્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શરીફ અને મુનીરે મધ્યસ્થી બની બંને વચ્ચે સમજૂતી સાધવા પ્રયત્ન કર્યો : ઇસ્લામાબાદ Mou હવે કાગળનો ટુકડો બન્યુ
નવી દિલ્હી : ઇરાન- અમેરિકા તંગદિલી વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકાની છબી હવે ધ્વસ્ત થઈ ગઈ છે. સપ્તાહોની રાજદ્વારી દોડધામ પછી ઇસ્લામાબાદ એમઓયુ હવે કાગળનો ટુકડો બની રહ્યું છે. એક તરફ ઇરાની હુમલા થાય છે. તો બીજી તરફ અમેરિકા પ્રચંડ જવાબી કાર્યવાહી કરે છે. સમગ્ર મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયા તથા ખાડી દેશોમાં અશાંતિ અને અસ્થિરતા પ્રસરી રહ્યાં છે.
શહબાઝ શરીફ અને અસીમ મુનીરની આગેવાની નીચેનું પાકિસ્તાન હવે બંને તરફથી ઘેરાઈ ગયું છે. મધ્યસ્થીની ભૂમિકાની મોટી મોટી વાતો તો દૂર રહી પરંતુ બંને તેને ગણકારતા નથી, ઉલટાના પાકિસ્તાન ઉપર આક્ષેપો કરે છે. પાકિસ્તાન બલિનો બકરો બની રહ્યું છે.
મૂળ તો ઇરાને બહેરિન અને કુવૈત પર અમેરિકાના મથકો ઉપર હુમલા કરતા અમેરિકાના ત્રણે સૈનિકો 'શહીદ' થયા પાકિસ્તાને બંને પક્ષોને શાંતિ રાખવા અપીલ કરી હતી. તેમજ હુથીઓએ સઉદી અરબસ્તાન ઉપર કરેલા હુમલાની પણ નિંદા કરી હતી.
આ અંગે અમેરિકાના એક જીયોપોલિટિક્સ વિશેષજ્ઞા માઇકલ કુગલમેને ચેતવણી આપી હતી કે, જો શાંતિ મંત્રણા પૂર્ણત: નિષ્ફળ જશે તો પાકિસ્તાન 'ફોલ ગાય' (બલિનો બકરો) બની રહેશે. શાંતિ- મંત્રણા નિષ્ફળ જવાની જવાબદારી તેના શિરે આવશે અને તેની ઉપર ભોળપણ તથા અસફળ મંત્રણા અંગે આક્ષેપોની ઝડી વરસશે.
અન્ય વિશ્લેષકો કહે છે કે, 'પાકિસ્તાન તેટલું નાસમજ છે કે તે સમજી જ નથી શક્યું કે, બેમાંથી એક પણ (અમેરિકા કે ઇરાન) પોતાના મમત્વમાં બાંધછોડ કરવા તૈયાર નથી. બેમાંથી એક પણ એક દોરા જેટલું નીચું નમવા તૈયાર નથી. ભીતિ તો તે છે કે આ યુદ્ધ મહાયુદ્ધ બની શકે તેવામાં પાકિસ્તાનને વચ્ચે પડવાની જરૂર જ ન હતી. ભારત તે પ્રમાણમાં ઘણું સમજું નીકળ્યું છેતે આ વિવાદમાં પડયું જ નથી.









