Get The App

‘ખામેનેઈએ મને 2 વખત મારવા પ્રયાસ કર્યો...’ ટ્રમ્પે જણાવ્યું ઈરાન પર હુમલો કરવાનું કારણ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
‘ખામેનેઈએ મને 2 વખત મારવા પ્રયાસ કર્યો...’ ટ્રમ્પે જણાવ્યું ઈરાન પર હુમલો કરવાનું કારણ 1 - image

US-Iran Conflict  : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) દાવો કર્યો છે કે, ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ (Ali Hosseini Khamenei) હવે જીવિત નથી. 'ધ સ્પેક્ટેટર ઈન્ડેક્સ'ના અહેવાલ અનુસાર, ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘તે (ખામેનેઈ) મને મારી નાખે તે પહેલા જ મેં તેને ઠાર કર્યો છે. તેણે બે વાર પ્રયાસ કર્યો હતો, પરંતુ મેં તેને પહેલા જ ખતમ કરી દીધો.’

ઈરાનમાં સેંકડો ઠેકાણાઓ ધ્વસ્ત

ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, છેલ્લા 36 કલાકથી સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેના સહયોગી દેશો 'ઓપરેશન એપિક ફ્યુરી' ચલાવી રહ્યા છે. આ સૈન્ય કાર્યવાહી હેઠળ ઈરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના મથકો અને ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ સહિત સેંકડો ઠેકાણાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈરાનના નવ નૌકાદળના જહાજો અને તેમના નેવલ બિલ્ડિંગને પણ નષ્ટ કરી દેવાયા છે. ટ્રમ્પના મતે, ઈરાનની સમગ્ર સૈન્ય કમાન હવે લગભગ સમાપ્ત થઈ ચૂકી છે અને ઘણા સૈનિકો જીવ બચાવવા આત્મસમર્પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો 'વાતચીત'નો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, કહ્યું - ક્યારેય નહીં...

શસ્ત્રો હેઠા મૂકો અથવા મોત માટે તૈયાર રહો

ઈરાની સૈન્યને સીધી ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું રિવોલ્યુશનરી ગાર્ડ, ઈરાની સેના અને પોલીસને વિનંતી કરું છું કે તેઓ પોતાના હથિયાર હેઠા મૂકી દે અને સુરક્ષા મેળવે, અન્યથા તેઓ નિશ્ચિત મૃત્યુનો સામનો કરવા તૈયાર રહે.’ તેમણે વધુમાં ઉમેર્યું કે છેલ્લા 50 વર્ષોથી આ કટ્ટરપંથી શાસન ‘અમેરિકા મુર્દાબાદ’ અને ‘ઈઝરાયેલ મુર્દાબાદ’ના નારા લગાવી રહ્યું છે, જે હવે સહન કરવામાં આવશે નહીં.

ઈરાની જનતાને આહવાન: 'પોતાનો દેશ પાછો મેળવો'

ટ્રમ્પે એવું પણ કહ્યું કે, ‘હું સ્વતંત્રા મેળવવા માટે તરસી રહેલા તમામ ઈરાની દેશભક્તોને આહવાહન કરું છું કે, તેઓ આ તકનો લાભ ઉઠાવે, બહાદુર બને, સાહસી બને, વીર બને અને પોતાનો દેશ પરત લે. અમેરિકા તમારી સાથે જ છે. મેં તમને એક વચન આપ્યું હતું, જે મેં પુરુ કર્યું છે. અમેરિકાના તમામ લક્ષ્યો પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આ સૈન્ય અભિયાન પૂરી તાકાત સાથે ચાલુ રહેશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ અમેરિકાને પરમાણુ હથિયારોથી સજ્જ શાસનથી સુરક્ષિત કરવાનો છે.’

આ પણ વાંચો : દુબઈમાં ઈરાને કરેલા હુમલાની સેટેલાઈટ તસવીરો, ડ્રોન-મિસાઈલ હુમલાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા