World

જાહેર સભામાં પત્નીના અન્ડરગારમેન્ટ્સ વિશે વાત કરવા લાગ્યા ટ્રમ્પ, ભાષણ સાંભળી લોકો પણ શરમાયા!

By GS TEAM
22 Dec 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પત્નીના અન્ડરગારમેન્ટ્સ વિશે વાત કરીને ફરી ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં ટ્રમ્પ નોર્થ કેરોલાઈનમાં એક ચૂંટણી સભા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે FBIની જૂની કાર્યવાહીનો ઉલ્લેખ કરવાની સાથે પત્ની મેલાનિયા ટ્રમ્પનો કિસ્સો સંભળાવ્યો, જે સાંભળીને સમર્થકો આશ્ચર્યમાં મુકાવાની સાથે હસવાં પણ લાગ્યા હતા. તેમણે મજાકમાં કહ્યું કે, ‘મેલાનિયાના કપડાં અને અન્ડરગારમેન્ટ્સ અત્યંત વ્યવસ્થિત રીતે વાળેલા હોય છે અને તે એટલા પરફેક્ટ લાગે છે કે જાણે તેને સ્ટીમ કરવામાં આવ્યા હોય.’

Summarized by AI; it may make mistakes. Check important info

જાહેર સભામાં પત્નીના અન્ડરગારમેન્ટ્સ વિશે વાત કરવા લાગ્યા ટ્રમ્પ, ભાષણ સાંભળી લોકો પણ શરમાયા!

Donald Trump Wife Melania Trump Undergarment : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પત્નીના અન્ડરગારમેન્ટ્સ વિશે વાત કરીને ફરી ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં ટ્રમ્પ નોર્થ કેરોલાઈનમાં એક ચૂંટણી સભા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે FBIની જૂની કાર્યવાહીનો ઉલ્લેખ કરવાની સાથે પત્ની મેલાનિયા ટ્રમ્પનો કિસ્સો સંભળાવ્યો, જે સાંભળીને સમર્થકો આશ્ચર્યમાં મૂકાવાની સાથે હસવા પણ લાગ્યા હતા. તેમણે મજાકમાં કહ્યું કે, ‘મેલાનિયાના કપડાં અને અન્ડરગારમેન્ટ્સ અત્યંત વ્યવસ્થિત રીતે વાળેલા હોય છે અને તે એટલા પરફેક્ટ લાગે છે કે જાણે તેને સ્ટીમ કરવામાં આવ્યા હોય.’

‘સંઘીય એજન્ટોએ મારી પત્નીના કબાટ અને ડ્રોઅરની તપાસ કરી’

ટ્રમ્પે મોંઘવારી અને દવાઓની વધતી કિંમતો મુદ્દે ભાષણની શરુઆત કરી હતી. જોકે થોડી જ વારમાં તેમણે મુદ્દો બદલીને પોતાના રિસોર્ટની વાતો કરવા લાગ્યા છે. તેમણે તેમના ફ્લોરિડામાં આવેલા માર-એ-લાગો રિસોર્ટ પર એફબીઆઇએ કરેલી કાર્યવાહી મુદ્દે વાત શરુ કરી દીધી હતી. તેમણે એફબીઆઇની જૂની કાર્યવાહીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, સંઘીય એજન્ટોએ મારી પત્ની મેલાનિયાના કબાટ અને ડ્રોઅરની તપાસ કરી હતી.

આ પણ વાંચો : એપસ્ટિનનું 'ડાર્ક સિક્રેટ': ટ્રમ્પની 'ગાયબ તસવીર' ફરી અપલોડ થઈ, મેલાનિયા પણ દેખાઈ

ટ્રમ્પે ભાષણમાં પત્નીના અંડરગારમેન્ટ્સનો ઉલ્લેખ કર્યો

સંઘીય એજન્ટોએ ટ્રમ્પના નિવાસસ્થાનમાં પહોંચી શોધખોળ હાથ ધરી હતી, જેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, ‘એજન્ટોએ મારી પત્નીનો કબાટ તપાસ્યો, એટલું જ નહીં ડ્રોઅરની પણ તપાસ કરી. તેમાં મારી પત્નીના અંડરગારમેન્ટ્સ હતા, જેને પેન્ટી પણ કહેવાય છે. તે પરફેક્ટ વાળેલા હતા. તે પરફેક્ટ હોય છે. મને લાગે છે કે, તે (મેલાનિયા) કપડાંને ઈસ્ત્રી પણ કરે છે.’

જૂના આક્ષેપોને લઈ ટ્રમ્પે FBI પર સાધ્યું નિશાન

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે મેલેનિયાના અન્ડરગારમેન્ટ્સ અંગે જે નિવેદન આપ્યું છે, તે FBIની કાર્યવાહી તરફનો ઇશારો છે. વાસ્તવમાં ટ્રમ્પ પ્રથમવાર રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા, તે વખતે તેમના પર 2023માં ગુપ્ત દસ્તાવેજોનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાનો ઔપચારિક આરોપ લાગ્યો હતો. ત્યારબાદ એફબીઆઇએ તેમના રિસોર્ટ પર દરોડો પાડીને શોધખોળ આદરી હતી. એજન્સીને આશંકા હતી કે, કાર્યકાળ સમાપ્ત થયા બાદ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ પદને લગતા દસ્તાવેજો માર-એ-લાગો રિસોર્ટ પર લઈ ગયા હતા. એફબીઆઇએ તપાસ કરી  રહી કે, શું આ દસ્તાવેજોને ખોટી રીતે તો રાખવામાં આવ્યા નથી ને કે પછી જાણીજોઈને રાખવામાં આવ્યા છે? એવું કહેવાય છે કે, આ દસ્તાવેજોમાં ટોપ સીક્રેટ ડૉક્યુમેન્ટ પણ હતા. આવા દસ્તાવેજો માત્ર સુરક્ષિત સરકારી ઠેકાણાઓ પર રાખવામાં આવે છે. જોકે કેસ ચાલ્યો ત્યારે ટ્રમ્પે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ત્યારબાદ જુલાઈ-2024માં કેસ બંધ કરી દેવાયો હતો.

આ પણ વાંચો : VIDEO : જાપાનની હવા એટલી ચોખ્ખી કે 200 કિ.મી. દૂરથી માઉન્ટ ફૂજી દેખાયાનો દાવો