Mount Fuji: દેશની રાજધાની દિલ્હીની હવા સતત ઝેરી બની રહી છે. વિઝિબિલિટી ખૂબ જ ઘટી ચૂકી છે. રસ્તાઓ પર ધુમ્મસ અને સ્મોગના કારણે થોડા મીટર આગળ જોવું પણ મુશ્કેલ બની ગયું છે. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા પર પણ દિલ્હીના AQI વિશે ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો અન્ય દેશોની સ્વચ્છ હવા સાથે તુલના કરી રહ્યા છે.
200 કિ.મી. દૂરથી માઉન્ટ ફૂજી દેખાયા
આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં જાપાનની સ્વચ્છ હવાનો નજારો દેખાડવામાં આવ્યો છે. આ વીડિયો જાપાનમાં રહેતા ભારતીય અઝીમ મંસૂરીએ શેર કર્યો છે. વીડિયોમાં અઝીમ દાવો કરી રહ્યો છે, હું જ્યાં ઉભો છું ત્યાંથી લગભગ 200 કિલોમીટર દૂર સ્થિત માઉન્ટ ફૂજી એકદમ સ્પષ્ટ દેખાય રહ્યો છે.
દિલ્હી વાયુ પ્રદૂષણ પર લોકોની નારાજગી
હવે આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર જાપાન vs ભારતની તુલના શરૂ થઈ ગઈ. ખાસ કરીને દિલ્હીની હવાની ગુણવત્તા અંગે લોકો ખુલ્લીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'અહીં દિલ્હીમાં તમે 10 મીટર દૂરનું દૃશ્ય પણ નથી જોઈ શકતા. પરંતુ તમે કંઈ પણ કહો, દિલ્હીની વાત જ અલગ છે.' બીજા યુઝરે કહ્યું કે, 'મેં આટલું વાદળી આકાશ જોયું તેને વર્ષો થઈ ગયા છે. અહીંની હવા મારા ફ્યૂચર કરતા પણ વધુ ક્લિયર છે.'
વીડિયોની શરૂઆતમાં અઝીમ કેમેરામાં જોઈને અંતરનું વર્ણન કરે છે. ત્યારબાદ તે કેમેરો ફેરવે છે અને બીજી જ ક્ષણે માઉન્ટ ફૂજી દેખાય છે. ના તો કોઈ ધુમ્મસ, ના સ્મોગ, ના કોઈ ધુમાડો. આ સ્વચ્છ દૃશ્ય લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.
હવે આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર જાપાન vs ભારતની તુલના શરૂ થઈ ગઈ. ખાસ કરીને દિલ્હીની હવાની ગુણવત્તા અંગે લોકો ખુલ્લીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'અહીં દિલ્હીમાં તમે 10 મીટર દૂરનું દૃશ્ય પણ નથી જોઈ શકતા. પરંતુ તમે કંઈ પણ કહો, દિલ્હીની વાત જ અલગ છે.' બીજા યુઝરે કહ્યું કે, 'મેં આટલું વાદળી આકાશ જોયું તેને વર્ષો થઈ ગયા છે.'
અહીંની હવા મારા ફ્યૂચર કરતા પણ વધુ ક્લિયર
કોમેન્ટ સેક્શનમાં રમૂજી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી. એક યુઝરે લખ્યું કે, 'ભાઈ થોડી હવા અહીં પણ પાર્સલ કરી દો. ખૂબ જ ખરાબ સ્થિતિ છે.' આ બધા વચ્ચે કોઈએ તો એમ પણ કહ્યું કે, 'અહીંની હવા મારા ફ્યૂચર કરતા પણ વધુ ક્લિયર છે.'
બીજી તરફ કેટલાક લોકોએ યાદ અપાવ્યું કે, લોકડાઉન દરમિયાન ભારતમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સેનું કહેવું છે કે, તે સમયે પ્રદૂષણ ઓછું થવાને કારણે હિમાલય પણ દેખાયો હોવાની વાત સામે આવી હતી.
માઉન્ટ ફૂજી ટોક્યોથી લગભગ 100-120 કિલોમીટર દૂર છે. સ્વચ્છ હવામાનમાં કારણે તે ટોક્યો અને આસપાસના વિસ્તારોમાંથી દેખાય છે. તેની ઊંચાઈ લગભગ 3,776 મીટર છે, જે તેને જાપાનનો સૌથી ઊંચો પર્વત બનાવે છે.
હવે સોશિયલ મીડિયા પર એ જ સવાલ ઉઠી રહ્યો છે કે, શું ભારતના મોટા શહેરોમાં પણ ક્યારેક આટલું સ્વચ્છ આકાશ જોવા મળશે? કે પછી સ્વચ્છ હવા માત્ર વીડિયો અને ફોટા સુધી જ સીમિત રહી જશે.


