Astro

નવેમ્બરમાં ગજકેસરી રાજયોગ, દિવાળી પહેલા 3 રાશિના જાતકોની થશે ધૂમ કમાણી!

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
નવેમ્બર 2026ની શરૂઆતમાં, દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમાની યુતિથી સિંહ રાશિમાં 'ગજકેસરી રાજયોગ' રચાશે. 3 નવેમ્બર, 2026ના રોજ ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગુરુ પહેલેથી જ બિરાજમાન છે. આ રાજયોગ દિવાળી પહેલાં કર્ક, તુલા અને ધન રાશિના જાતકોને નોકરી, વેપાર અને આર્થિક ક્ષેત્રે મોટો લાભ કરાવશે. આ સમયગાળો જમીન-મકાન ખરીદવા માટે પણ શુભ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવેમ્બરમાં ગજકેસરી રાજયોગ, દિવાળી પહેલા 3 રાશિના જાતકોની થશે ધૂમ કમાણી!
AI Image

Gajkesari Rajyog Brings Financial Prosperity: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમાની યુતિથી રચાતા 'ગજકેસરી યોગ'ને અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. ચંદ્ર મન અને ભાવનાઓનો કારક છે, જ્યારે ગુરુ જ્ઞાન, ભાગ્ય તેમજ સુખ-સમૃદ્ધિના કારક છે. નવેમ્બર 2026ની શરૂઆતમાં ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરશે, જ્યાં પહેલાંથી જ દેવગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. આ બંને શુભ ગ્રહોના એક સાથે આવવાથી શક્તિશાળી 'ગજકેસરી રાજયોગ'નું નિર્માણ થશે. આ રાજયોગના પ્રભાવથી દિવાળી પહેલાં ત્રણ મુખ્ય રાશિના જાતકોને નોકરી, વેપાર અને નાણાકીય ક્ષેત્રે મોટો લાભ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે.

ક્યારે રચાશે ગજકેસરી રાજયોગ?

દ્રિક પંચાંગ અનુસાર, ચંદ્ર 3 નવેમ્બર 2026ના રોજ વહેલી સવારે 3 વાગ્યાને 45 મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. તેઓ 5 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યાને 34 મિનિટ સુધી સિંહ રાશિમાં જ રહેશે. સિંહ રાશિમાં ગુરુ પહેલેથી હાજર હોવાના કારણે બંને ગ્રહોની યુતિથી આ રાજયોગ સર્જાશે. ત્યારબાદ 5 નવેમ્બરે ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે તેની સાથે જ આ યુતિ પૂર્ણ થશે.

આ 3 રાશિઓને મળશે જબરદસ્ત ફાયદો

કર્ક રાશિ: કર્ક રાશિના જાતકોની ગોચર કુંડળીના બીજા ભાવમાં આ યુતિ રચાશે. આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોત મળી શકે છે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. લાંબા સમયથી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળશે અને નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં પ્રશંસા પ્રાપ્ત થશે. ઉચ્ચ શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે અને પરિવાર સાથે ઉત્તમ સમય વિતાવવાની તક મળશે.

તુલા રાશિ: તુલા રાશિના લોકોની ગોચર કુંડળીના 11મા ભાવમાં (આવક અને લાભ ભાવ) આ રાજયોગ રચાશે. તેના પ્રભાવથી લાંબા સમયથી અટકેલાં કાર્યો પૂર્ણ થશે અને મનોકામનાઓ પૂરી થવાની આશા છે. આર્થિક લાભ થવાની સાથે નોકરી કરતા લોકોને બોનસ કે અન્ય કોઈ મોટો આર્થિક લાભ મળી શકે છે. ઓફિસમાં નવી જવાબદારીઓ મળવાની સાથે માન-સન્માન વધશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

ધન રાશિ: ધન રાશિના જાતકોની ગોચર કુંડળીના નવમા ભાવમાં (ભાગ્ય ભાવ) ગુરુ અને ચંદ્રની આ યુતિ બનશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાથી અટકેલાં કામો ગતિ પકડશે અને કોઈ મોટા પ્રોજેક્ટમાં સફળતા મળવાની સંભાવના છે. જમીન, મકાન કે વાહન ખરીદવા માટે આ સમયગાળો અત્યંત શુભ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મળશે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મધુર બનશે.