World

એપસ્ટિનનું 'ડાર્ક સિક્રેટ': ટ્રમ્પની 'ગાયબ તસવીર' ફરી અપલોડ થઈ, મેલાનિયા પણ દેખાઈ

By GS TEAM
22 Dec 20253 mins read
TukuTouch Logo
જેફરી એપસ્ટિન સંબંધિત તાજેતરમાં જાહેર કરાયેલા દસ્તાવેજોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એપસ્ટિન સાથેનો ફોટો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના ‘ન્યાય વિભાગ’ (DoJ – ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ) દ્વારા જાહેર કરાયેલો આ ફોટો અગાઉ પીડિતોની સુરક્ષાના કારણોસર દૂર કરવામાં આવ્યો હતો. ન્યાય વિભાગે જણાવ્યું છે કે, ન્યુયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટે સંભવિત સમીક્ષા માટે આ ફોટોને ચિહ્નિત કર્યા પછી સાવચેતી ખાતર તેને દૂર કરાયો હતો. જોકે, પુનઃસમીક્ષા પછી જણાયું હતું કે, આ ફોટામાં એપસ્ટિન પીડિત દર્શાવાયેલ નથી, અને તેથી તેને કોઈ ફેરફાર વિના પાછો મૂકવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપસ્ટિનનું 'ડાર્ક સિક્રેટ': ટ્રમ્પની 'ગાયબ તસવીર' ફરી અપલોડ થઈ, મેલાનિયા પણ દેખાઈ

Trump Photo Restored in Epstein Files: જેફરી એપસ્ટિન સંબંધિત તાજેતરમાં જાહેર કરાયેલા દસ્તાવેજોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એપસ્ટિન સાથેનો ફોટો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના ‘ન્યાય વિભાગ’ (DoJ – ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ) દ્વારા જાહેર કરાયેલો આ ફોટો અગાઉ પીડિતોની સુરક્ષાના કારણોસર દૂર કરવામાં આવ્યો હતો. ન્યાય વિભાગે જણાવ્યું છે કે, ન્યુયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટે સંભવિત સમીક્ષા માટે આ ફોટોને ચિહ્નિત કર્યા પછી સાવચેતી ખાતર તેને દૂર કરાયો હતો. જોકે, પુનઃસમીક્ષા પછી જણાયું હતું કે, આ ફોટામાં એપસ્ટિન પીડિત દર્શાવાયેલ નથી, અને તેથી તેને કોઈ ફેરફાર વિના પાછો મૂકવામાં આવ્યો છે.

ટ્રમ્પ-મેલાનિયા અને એપસ્ટિન-મેક્સવેલનો ગ્રૂપ ફોટો 

એપસ્ટિન સંબંધિત દસ્તાવેજમાં ટ્રમ્પના બે ફોટોગ્રાફનો સમાવેશ થાય છે. એક ફોટામાં ટ્રમ્પ રિપબ્લિકન મહિલાઓના જૂથ સાથે દેખાય છે. બીજા ફોટામાં ટ્રમ્પ, તેમના પત્ની મેલાનિયા, જેફરી એપસ્ટિન અને એપસ્ટિનની જેલવાસ ભોગવી રહેલી સાથી ઘિસ્લેન મેક્સવેલ દેખાય છે. અન્ય દસ્તાવેજોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પોપ જ્હોન પોલ બીજા સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ લોકોના ફોટા છે.

ન્યાય વિભાગે સ્પષ્ટતા કરી

ન્યાય વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા આ પગલાને વિગતવાર સમજાવતાં જણાવ્યું હતું કે, ‘સધર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યુયોર્કે પીડિતોને સુરક્ષિત રાખવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફોટા તરફ ઇશારો કર્યો હતો. ખૂબ સાવધાની રાખીને ન્યાય વિભાગે અસ્થાયી રૂપે એ ફોટાને દૂર કરી દીધો હતો. નવી સમીક્ષા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ફોટોગ્રાફમાં કોઈ એપસ્ટિન પીડિતો દર્શાવવામાં ન આવ્યા હોવાથી તેને કોઈપણ પ્રકારના ફેરફાર કે સંપાદન વિના ફરીથી પોસ્ટ કરવામાં આવે.’

ડેમોક્રેટ્સે સંપાદન પર પ્રશ્ન ઉઠાવ્યો

DoJ દ્વારા જાહેર કરાયેલા એપસ્ટિન દસ્તાવેજોમાંથી ઓછામાં ઓછી 16 ફાઇલો દૂર કરવામાં આવી હોવાના અહેવાલો બહાર આવ્યા પછી આ પગલાની ડેમોક્રેટ્સ દ્વારા ટીકા કરવામાં આવી હતી. ડેમોક્રેટ્સે આરોપ લગાવ્યો હતો કે, એપસ્ટિન સંબંધિત તમામ ફાઇલો જાહેર કરવાનો કાયદેસરનો હુકમ ટ્રમ્પ ભંગ કરી રહ્યા છે. ડેમોક્રેટિક કોંગ્રેસમેન જેમી રાસ્કિને કહ્યું હતું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અથવા તેમના પરિવારના અન્ય સભ્યો અને મિત્રોના દસ્તાવેજોમાં રહેલા ઉલ્લેખ છુપાવવા માંગે છે.’

ટ્રમ્પના પક્ષના નેતાએ પણ આંગળી ઊઠાવી 

રિપબ્લિકન કોંગ્રેસમેન થોમસ મેસી ઘણા સમયથી ફાઇલોના સંપૂર્ણ પ્રકાશનની માંગ કરી રહ્યા હતા. ટ્રમ્પના જ પક્ષના હોવા છતાં થોમસે કહ્યું હતું કે, ‘તેઓ કાયદાની ભાવનાનો ભંગ કરી રહ્યા છે. જાણીતા લોકોને સંડોવતા 60 જેટલા નામો જાહેર કરવામાં આવ્યા નથી. આ રીતે ‘પસંદગીયુક્ત નામો છુપાવવા’ યોગ્ય નથી.’ 

પીડિતોની ઓળખ છુપાવવું જ એકમાત્ર ધ્યેય

દરમિયાન DoJ એ સ્પષ્ટતા કરી છે કે, ફક્ત પીડિતોની ઓળખ સુરક્ષિત રાખવાના હેતુસર જ એપસ્ટિન દસ્તાવેજોમાં સુધારા કરવામાં આવી રહ્યા છે; રાજકારણીઓના નામ છુપાવવા માટે નહીં. દસ્તાવેજોમાં કરાયેલા સુધારા કાયદાને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યા છે.’

હજુ ઘણા દસ્તાવેજ જાહેર કરવાના બાકી છે 

એપસ્ટિન અને મેક્સવેલ સામેના કેસોમાં જે કંઈ દસ્તાવેજો અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે, એના કરતાં ઘણા વધારે દસ્તાવેજો હજુ જાહેર કરવાના બાકી છે. જાહેર કરાયેલા સેંકડો ફોટોગ્રાફ્સની પ્રારંભિક સમીક્ષા દર્શાવે છે કે ટ્રમ્પનું નામ આ ફાઇલોમાં ભાગ્યે જ ક્યાંક આવે છે. ન્યાય વિભાગે ગયા શુક્રવારે માત્ર દસ્તાવેજોનો આંશિક સેટ જ જાહેર કર્યો હતો, જેમાં ઘણી માહિતી સંપાદિત કરવામાં આવી હતી. આ કેસ દર્શાવે છે કે ઐતિહાસિક રીતે સંવેદનશીલ અને કાનૂની રીતે જટિલ ફાઇલો જાહેર કરવાની પ્રક્રિયા કેટલી પડકારજનક હોય છે.