Astro

વાંચો તમારું 23 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
23 Oct 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકો માટે બપોર સુધીનો સમય સાનુકૂળ રહેશે, જ્યારે કર્ક રાશિના જાતકોને દિવસના પ્રારંભે અસ્વસ્થતા રહેશે. સિંહ રાશિના જાતકોને ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાતથી આનંદ થશે. કન્યા રાશિના જાતકોનો કાર્યભાર વધશે. ધન રાશિના જાતકોને નોકરી-ધંધાના કામે બહારગામ જવાનું થશે અને વાહન ચલાવવામાં સાવધાની રાખવી. મીન રાશિના જાતકોને કામમાં મન નહીં લાગે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 23 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : બપોર સુધીનો સમય સાનુકૂળ રહે. ધંધામાં આવક જણાય. સંતાનના કામનો ઉકેલ આવે. ત્યારબાદ ચિંતા- ઉચાટ રહે.
વૃષભ : સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે દોડધામ- વ્યસ્તતા જણાય. બપોર પછી ધીરે- ધીરે આપને રાહત થતી જાય.
મિથુન : જૂના મિત્ર, સ્વજન- સ્નેહીની આકસ્મિક મુલાકાતથી આનંદ રહે. બઢતી- બદલીના કામ થાય. બપોર પછી ઠીક.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા રહે, બપોર પછી સારું થતું જાય.
સિંહ : ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન- મુલાકાત થવાથી આનંદ જણાય. પરદેશના કામ થાય. બપોર પછી ખર્ચ જણાય
કન્યા : નોકરી- ધંધાના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભારમાં વધારો થાય.
તુલા : પરદેશના કામકાજ અંગે મિલન- મુલાકાત થઈ શકે. સીઝનલ- ધંધામાં લાભ જણાય. બપોર પછી થોડુંક ધ્યાન રાખવું પડે.
વૃશ્ચિક : નોકરી- ધંધે જાવ તો આપને ઘર- પરિવારની અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા સતાવ્યા કરે.
ધન : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બપોર પછી વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે દોડધામ- શ્રમ જણાય. કામનો ઉકેલ આવતા આનંદ રહે.
કુંભ : મહત્ત્વના નિર્ણય લેવામાં સાનુકૂળતા મળી રહે. આપના કામમાં પત્ની સંતાનનો સહકાર મળતા ઉકેલ લાવી શકો.
મીન : માનસિક પરિતાપ વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. વિચારોની અસમંજસતા દ્ધિધા અનુભવાય.

  • અગ્નિદત્ત પદમનાભ