Entertainment

'ધુરંધર 2'એ બોક્સ ઓફિસને હચમચાવી દીધું! ઈદ પર કમાણીમાં તોડ્યા તમામ જૂના રેકોર્ડ

By GS Team
21 Mar 20263 mins read
TukuTouch Logo
સમગ્ર દેશમાં ફિલ્મ ‘ધુરંધર 2’નો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, થિયેટરો 24 કલાક ચાલવા છતાં પણ હાઉસફૂલ ચાલી રહ્યા અછે. બોલિવૂડ માટે ‘ફાયર’ ગણાતી આ ફિલ્મ, રિલીઝ થયા પછી હવે ‘ડાયનામાઈટ’ બની ચુકી છે. બુધવારે યોજાયેલા પ્રીવ્યૂ શોથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે 'ધુરંધર 2' બોલીવુડમાં બોક્સ ઓફિસ સફળતાના મોટા રેકોર્ડ તોડવા આવી રહી છે. આ ફિલ્મ ઈતિહાસ બદલવાના મૂડમાં છે. હવે શનિવારે 'ધુરંધર 2' નું ઈદ સેલિબ્રેશન થિયેટરોમાં એવું ચાલી રહ્યું છે કે 3 દિવસ પૂરા થાય તે પહેલા જ ફિલ્મે 300 કરોડ કમાણીનો માઈલસ્ટોન પાર કરી લીધો છે. ક્રેઝ જણાવી રહ્યો છે કે 'ધુરંધર 2' શનિવારે બોલીવુડના ઈતિહાસનો સૌથી મોટો દિવસ બનાવવા જઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ધુરંધર 2'એ બોક્સ ઓફિસને હચમચાવી દીધું! ઈદ પર કમાણીમાં તોડ્યા તમામ જૂના રેકોર્ડ

Dhurandhar 2 Movie Net Collection: સમગ્ર દેશમાં ફિલ્મ ‘ધુરંધર 2’નો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, થિયેટરો 24 કલાક ચાલવા છતાં પણ હાઉસફૂલ ચાલી રહ્યા અછે. બોલિવૂડ માટે ‘ફાયર’ ગણાતી આ ફિલ્મ, રિલીઝ થયા પછી હવે ‘ડાયનામાઈટ’ બની ચુકી છે. બુધવારે યોજાયેલા પ્રીવ્યૂ શોથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે 'ધુરંધર 2' બોલીવુડમાં બોક્સ ઓફિસ સફળતાના મોટા રેકોર્ડ તોડવા આવી રહી છે. આ ફિલ્મ ઈતિહાસ બદલવાના મૂડમાં છે. હવે શનિવારે 'ધુરંધર 2' નું ઈદ સેલિબ્રેશન થિયેટરોમાં એવું ચાલી રહ્યું છે કે 3 દિવસ પૂરા થાય તે પહેલા જ ફિલ્મે 300 કરોડ કમાણીનો માઈલસ્ટોન પાર કરી લીધો છે. ક્રેઝ જણાવી રહ્યો છે કે 'ધુરંધર 2' શનિવારે બોલીવુડના ઈતિહાસનો સૌથી મોટો દિવસ બનાવવા જઈ રહી છે.

સૌથી ઝડપી 300 કરોડ

2014માં જ્યારે આમિર ખાનની 'pk'એ પહેલીવાર 300 કરોડનું કલેક્શન કર્યું હતું, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ક્યારેય કોઈ ફિલ્મ આ આંકડો માત્ર 3 દિવસમાં પાર કરશે. પરંતુ 'ધુરંધર 2' માટે કંઈપણ અશક્ય નથી. શુક્રવારનો દિવસ પૂરો થવા સુધીમાં 'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર કુલ 226 કરોડનું નેટ ઈન્ડિયા કલેક્શન કરી લીધું હતું.

સાંજે 7 વાગ્યા સુધીમાં 80 કરોડનું નેટ કલેક્શન

સેકનિલ્કના ટ્રેકિંગ પ્રમાણે જોઈએ તો ફિલ્મે શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં બોક્સ ઓફિસ પર 80 કરોડથી વધુનું નેટ કલેક્શન કરી નાખ્યું છે. આ સાથે જ 'ધુરંધર 2' નું કુલ કલેક્શન 300 કરોડનો આંકડો પાર કરી ગયું છે. આ પહેલા હિન્દી ફિલ્મોમાં સૌથી ઝડપી 300 કરોડ કમાવવાનો રેકોર્ડ અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' ના નામે હતો, જેને માત્ર 5 દિવસ લાગ્યા હતા. 'Pushpa 2' એ શાહરૂખ ખાનની 'જવાન'ને પાછળ છોડીને આ રેકોર્ડ બનાવ્યો હતો, જેના હિન્દી વર્ઝનને 300 કરોડ પાર કરવામાં 6 દિવસ લાગ્યા હતા.

આ પણ વાંચો: 'ધુરંધર 2' માટે રણવીર સિંહને સપોર્ટ ન કરતા ટ્રોલ થઈ દીપિકા પાદુકોણ, નેટિઝન્સ ભડક્યા

બોલિવૂડનો સૌથી મોટો દિવસ બનશે ઈદ 2026!

ઈદના દિવસે 'ધુરંધર 2' માટે અદભૂત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પહેલાથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી આ ફિલ્મને ઈદની ઉજવણીનો સાથ મળી ગયો છે. તમામ સ્થળે ફિલ્મના છેલ્લા શો રાત્રે 11 વાગ્યાને 55 મિનિટના છે અને તે પણ 'ફાસ્ટ-ફિલિંગ' મોડમાં છે. ગુરુવારે 'ધુરંધર 2' એ બોલીવુડના ઈતિહાસનો સૌથી મોટો દિવસ આપ્યો હતો અને માત્ર એક દિવસમાં 102 કરોડથી વધુનું નેટ કલેક્શન બોક્સ ઓફિસ પર મેળવ્યું હતું. શનિવારે જો સાંજે 7 વાગ્યા સુધીનું કલેક્શન જ 80 કરોડથી વધુ હોય, તો દિવસ પૂરો થતા સુધીમાં આ આંકડો ક્યાં જઈને અટકશે, તે કહેવું મુશ્કેલ છે! પરંતુ એટલું નક્કી છે કે 'ધુરંધર 2' ગુરુવારનો પોતાનો જ ટોપ રેકોર્ડ તોડવાની છે. જ્યારે ફાઈનલ આંકડા સામે આવશે ત્યારે નક્કી છે કે ઈદના દિવસે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'ધુરંધર 2' હશે.