Entertainment

મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલ વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અટકળો

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈના બાન્દ્રામાં મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલ એક કેફેમાં સાથે જોવા મળ્યા હતા, જેને લઈ ડેટિંગની અટકળો શરૂ થઈ છે. મૃણાલ 33 વર્ષની અને યશસ્વી 24 વર્ષનો હોવાથી તેમની ઉંમરનો તફાવત ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, બંનેએ આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. કેટલાક લોકોનું માનવું છે કે તેઓ કોઈ એડ શૂટિંગ માટે મળ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલ વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અટકળો
  • મૃણાલ કરતાં યશસ્વી નવ વર્ષ નાનો છે

મુંબઇ : મુંબઈનાં બાન્દ્રામાં મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલ એક કેફેમાં સાથે દેખાયાં હતાં. કેફેમાંથી પહેલાં મૃણાલ બહાર આવી હતી. થોડીવારમાં યશસ્વી પણ તેની પાછળ પાછળ આવ્યો હતો. બંને વચ્ચે ડેટિંગ ચાલે છે કે શું તેવી ચર્ચા શરુ થઈ છે. જોકે, બંનેએ આજે મોડે સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી ન હતી. મૃણાલ ૩૩ વર્ષની છે જ્યારે ક્રિકેટર યશસ્વી જયસ્વાલ ૨૪ વર્ષનો છે. એક નેટીઝને મજાક કરી હતી કે તેમની વચ્ચેના વય તફાવતને જોતાં તો યશસ્વી મૃણાલનો દત્તક પુત્ર હોય તેવું લાગે છે. બીજી તરફ એક દાવા અનુસાર બંને એક એડનાં શૂટિંગ માટે સાથે મળ્યાં હતાં. ગયા વર્ષે મૃણાલના ધનુષ સાથેના અફેર્સની વાતો ચગી હતી.
પણ ધનુષ અને મૃણાલ બંનેએ બાદમાં આ અટકળો ખોટી હોવાનું જણાવ્યું હતું.