Astro

વાંચો તમારું 28 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ દ્વારા 12 રાશિઓના જાતકો માટે આજનું ભવિષ્યવાણી. મેષ રાશિના જાતકોને નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર જવાનું થઈ શકે છે, જ્યારે વૃષભ રાશિના લોકોને સુસ્તી-બેચેનીનો અનુભવ થશે. કર્ક રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ રહેશે. સિંહ રાશિના લોકોના કામની કદર થશે અને મીન રાશિના લોકોને જમીન-મકાનની લે-વેચમાં સાનુકૂળતા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 28 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય. પરદેશના કામ થાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
મિથુન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને વ્યસ્તતા-દોડધામ રહે.
કર્ક : આપને કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે ધ્યાન રાખવું.
સિંહ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
કન્યા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.
તુલા : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : આપના કામની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.
મકર : રાજકીય-સરકારી કામકાજ અંગે, ખાતાકીય કામકાજ અંગે દોડધામ રહે. કામમાં અડચણ આવવાથી ચિંતા-ઉચાટ જણાય.
કુંભ : આપના દોડધામ-શ્રમમાં ધીરે-ધીરે ઘટાડો થતો જાય. સંતાનના સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. રાહત રહે.
મીન : જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા થતી જાય. મિત્રવર્ગનો સહકાર મળી રહે. કામનો ઉકેલ આવે.

  • અગ્નિદત્ત પદમનાભ