Entertainment

'ધુરંધર 2' માટે રણવીર સિંહને સપોર્ટ ન કરતા ટ્રોલ થઈ દીપિકા પાદુકોણ, નેટિઝન્સ ભડક્યા

By GS Team
21 Mar 20262 mins read
TukuTouch Logo
રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર: ધ રીવેન્જ' રિલીઝ થયાના માત્ર બે દિવસમાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. જો કે, સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. દીપિકા પાદુકોણ તાજેતરમાં જ અનેક ખાનગી કાર્યક્રમોમાં જોવા મળી છે, છતાં તેણે અત્યાર સુધી ફિલ્મ વિશે કંઈ પોસ્ટ કર્યું નથી. દીપિકાના મૌનથી નેટિઝન્સ નારાજ થયા છે. જેને લઈને ઘણા યુઝર્સ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે દીપિકા પત્ની એક તરીકે રણવીરની મોટી સફળતા પર મૌન કેમ છે?

Summarized by AI; it may make mistakes. Check important info

'ધુરંધર 2' માટે રણવીર સિંહને સપોર્ટ ન કરતા ટ્રોલ થઈ દીપિકા પાદુકોણ, નેટિઝન્સ ભડક્યા

Deepika Padukone Trolled: રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર: ધ રીવેન્જ' રિલીઝ થયાના માત્ર બે દિવસમાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. જો કે, સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. દીપિકા પાદુકોણ તાજેતરમાં જ અનેક ખાનગી કાર્યક્રમોમાં જોવા મળી છે, છતાં તેણે અત્યાર સુધી ફિલ્મ વિશે કંઈ પોસ્ટ કર્યું નથી. દીપિકાના મૌનથી નેટિઝન્સ નારાજ થયા છે. જેને લઈને ઘણા યુઝર્સ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે દીપિકા પત્ની એક તરીકે રણવીરની મોટી સફળતા પર મૌન કેમ છે?

'ધુરંધર 2' ગત 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થઈ હતી. 'ધુરંધર 2' ફિલ્મ રિલીઝના માત્ર બે દિવસમાં દુનિયાભરમાંથી 370 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મ રિલીઝના બે દિવસ થયા છે, પરંતુ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા માધ્યમ પર રણવીર સિંહ કે ફિલ્મની સક્સેસ વિશે કોઈ સ્ટોરી, પોસ્ટ કે કમેન્ટ ન કરતાં નેટિઝન્સ ભડક્યા છે. અનેક સેલિબ્રિટિઝએ ફિલ્મના વખાણ કર્યા, પરંતુ દીપિકાના મૌનના કારણે ફેન્સ અનેક સવાલો કરી રહ્યા છે.

આ પણ વાંચો: કેનેડામાં પણ 'ધુરંધર' ઇફેક્ટ! વર્ષો જૂની પરંપરા તૂટી, થિયેટરમાં અપાયો 15 મિનિટનો ઈન્ટરવલ

દીપિકા પાદુકોણ ટ્રોલ થઈ

X પર લોકો આ મુદ્દા પર સતત ચર્ચા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "દીપિકા પાદુકોણને એન્ટી નેશનલ પ્રોટેસ્ટમાં જવા માટે સમય મળી જાય છે, પણ તેના પતિ રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર-2'ની જબરદસ્ત સફળતા અંગે એક પણ પોસ્ટ મૂકી નથી? એવું કેમ?" 


બીજા યુઝરે ટિપ્પણી કરી કે, "આજે, દીપિકા મુંબઈમાં એક ખાનગી કાર્યક્રમમાં તેના સાસરિયાઓ સાથે જોવા મળી હતી. પણ શું તેણે 'ધુરંધર-2' જોઈ? ના!! તે તેના પતિની ફિલ્મને સપોર્ટ કેમ નથી કરી રહી? કંઈક તો ગડબડ છે!" 

જ્યારે વધુ એક યુઝરે કહ્યું કે, "દીપિકાએ ધુરંધર 1 વિશે કંઈ પોસ્ટ કર્યું નથી અને હવે તેણે ધુરંધર 2 વિશે પણ કંઈ પોસ્ટ કર્યું નથી. શું આ બધું ફક્ત શાહરૂખ ખાનના 'ગુડ બુક્સ'માં રહેવા માટે છે?"