Entertainment

અજય દેવગણની ચૌહાનમાં વિક્રાન્ત મેસ્સી નેગેટિવ રોલમાં

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અજય દેવગણની આગામી ફિલ્મ 'ચૌહાન'માં વિક્રાન્ત મેસ્સી નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. નીરજ યાદવ દિગ્દર્શિત અને આનંદ એલ. રાય નિર્મિત આ ફિલ્મમાં 2 લોકપ્રિય પેઢીના કલાકારો ટકરાશે. આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ એક્શન થ્રિલર આવતા વર્ષે 1 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવાની યોજના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અજય દેવગણની ચૌહાનમાં વિક્રાન્ત મેસ્સી નેગેટિવ રોલમાં
  • આ વર્ષના અંતે શૂટિંગ હાથ ધરાશે

મુંબઇ : અજય દેવગણની આગામી ફિલ્મ ચૌહાનમાં વિક્રાન્ત મેસ્સી એક અલગ જ પ્રકારની નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. વિક્રાન્ત મેસ્સી આ ફિલ્મમાં જોડાવા સાથે બે અલગ પેઢીના લોકપ્રિય એકટર્સ આ ફિલ્મમાં ટકરાશે.
નીરજ યાદવ નિર્દેશિત અને આનંદ એલ, રાય, હિમાંશુ શર્મા અને જ્યોતિ દેશપાંડે નિર્મિત આ ફિલ્મ આવતા વર્ષે પહેલી ઓક્ટોબરે થિયેટર્સમાં રજૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષના છેલ્લા ચાર મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૃ કરી દેવામાં આવે તેવી ધારણાં છે.
'ઓ રોમિયો'માં સ્પેશ્યલ એપિયરન્સમાં દેખાનારો વિક્રાન્ત મેસ્સી આ ફિલ્મમાં ગ્રે પાત્ર ભજવી રહ્યો છે. આ એક્શન થ્રીલરમાં એક્શન કરતાં તેના પાત્રાલેખન પર વધારે ભાર મુકવામાં આવશે તેમ લાગે છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનાં ટીઝરમાં મોહમ્મદ ઝિશાન ઐયુબનો વોઈસ બાદમાં બદલી નાખવામાં આવતાં વિવાદ સર્જાયો હતો.