Ahmedabad

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: સાબરમતી નહીં, હવે ગાંધીગ્રામથી ઉપડશે 3 ટ્રેનો; ચાંદખેડામાં પણ સ્ટોપેજ

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદના મુસાફરોને સુવિધા આપવા રેલવે મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. 26 ઓગસ્ટ, 2026થી 3 જોડી એક્સપ્રેસ ટ્રેનો સાબરમતીને બદલે ગાંધીગ્રામ સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેનોમાં 14821-22 ગાંધીગ્રામ-જોધપુર, 12587-88 ગાંધીગ્રામ-આગ્રા કેન્ટ અને 22547-48 ગાંધીગ્રામ-ગ્વાલિયર સુપરફાસ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચાંદખેડા રોડ સ્ટેશન પર 2 મિનિટનું વધારાનું સ્ટોપેજ પણ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: સાબરમતી નહીં, હવે ગાંધીગ્રામથી ઉપડશે 3 ટ્રેનો; ચાંદખેડામાં પણ સ્ટોપેજ

Ahmedabad Gandhigram Train Terminal Change : અમદાવાદ શહેરમાં મુસાફરોને વધુ અનુકૂળ અને સરળ રેલવે જોડાણ મળે તે હેતુથી રેલવે મંત્રાલય દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 26 ઓગસ્ટ, 2026થી અત્યાર સુધી સાબરમતી સ્ટેશનથી ઉપડતી 3 જોડી એક્સપ્રેસ ટ્રેનો હવે કાયમી ધોરણે ગાંધીગ્રામ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવશે. આ ફેરફારથી મધ્ય અને ઉત્તર અમદાવાદના મુસાફરોને મોટી રાહત મળશે.

ચાંદખેડામાં પણ સ્ટોપેજ આપવામાં આવ્યું

રેલવે બોર્ડના આ નિર્ણય અનુસાર, ટ્રેન નં. 14821-22 ગાંધીગ્રામ-જોધપુર દૈનિક એક્સપ્રેસ, ટ્રેન નં. 12587-88 ગાંધીગ્રામ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ (અઠવાડિયામાં 4 દિવસ) અને ટ્રેન નં. 22547-48 ગાંધીગ્રામ-ગ્વાલિયર સુપરફાસ્ટ (અઠવાડિયામાં 3 દિવસ) હવે ગાંધીગ્રામથી જ દોડશે. આ તમામ ટ્રેનોને ચાંદખેડા રોડ સ્ટેશન પર 2 મિનિટ માટે વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે. સમયની વાત કરીએ તો, જોધપુર એક્સપ્રેસ સવારે 7 કલાકે જ્યારે આગ્રા કેન્ટ અને ગ્વાલિયર સુપરફાસ્ટ ટ્રેનો સાંજે 4.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશનથી રવાના થશે.