World

બ્રિટનમાં સદી જૂના ઘરના ગુપ્ત ઓરડામાંથી ખજાનો નીકળ્યો

By GS Team
29 Jul 20261 min read
TukuTouch Logo
યુકેમાં એક પરિવારે પોતાના 100 વર્ષ જૂના પૈતૃક ઘરની સફાઈ કરતાં એક ગુપ્ત ઓરડો શોધી કાઢ્યો. ત્યાંથી જંક લાગેલા ટિનના ડબ્બામાંથી 1970ના દાયકાની હજારો જૂની નોટો મળી આવી. આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા લીઝા અને ડૈન દંપતી માટે આ શોધ છુપાયેલા ખજાના જેવી સાબિત થઈ, જે તેમના બાળકો માટે પણ યાદગાર રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટનમાં સદી જૂના ઘરના ગુપ્ત ઓરડામાંથી ખજાનો નીકળ્યો
  • આર્થિક તંગી ભોગવી રહેલો પરિવાર માલામાલ થઈ ગયો
  • સાફસફાઈ દરમ્યાન નકામા તેમજ જોખમી લાગતા ડબ્બામાંથી હજારોના મૂલ્યની નોટો નીકળી

નવી દિલ્હી : યુકેમાં એક દંપતીને પોતાના લગભગ સો વર્ષ જૂના પૈતૃક ઘરની સફાઈ દરમ્યાન એક ગુપ્ત ઓરડો મળ્યો, જ્યાં જંક લાગેલા ટિનના ડબ્બામાં હજારોના મૂલ્યની જૂની નોટો છુપાયેલી મળી આવી.
આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પરિવાર માટે આ શોધ કોઈ છુપાયેલા ખજાના જેવી સાબિત થઈ. ૩૪ વર્ષીય લીઝા અને તેના પતિ ડૈન રજાના દિવસોમાં પોતાના લાંબા સમયથી બંદ પડેલા પૈતૃક ઘરમાં ગયા. સાફસફાઈ દરમ્યાન તેમને જમીનની નીચે એક જગ્યા થોડી અસામાન્ય લાગી. તપાસ કરતા તેમજ દિવાલ હટાવવાથી તેમને એક ગુપ્ત ઓરડો મળી આવ્યો, જેમાં ચારે બાજુ કોલસો વેરાયેલો પડયો હતો. કોલસો હટાવતી વખતે તેમને એક જંક લાગેલો જૂનો પતરાનો ડબ્બો મળ્યો.
શરૃઆતમાં દંપતીએ ડબ્બાને બેકાર સમજીને બાજુએ મુકી દીધો કારણ કે તેમાંથી એમોનિયાની તીવ્ર ગંધ આવી રહી હતી. અનેક મહિના પછી બાળકોના આગ્રહને કારણે દંપતીએ સાવચેતીપૂર્વક સાધનોની મદદથી ડબ્બો ખોલ્યો. તેમાં તેમને ૧૯૭૦ના દાયકાની હજારો નોટો મળી આવતા આશ્ચર્યચકિત થઈ ગયા.
ડેને કહ્યું કે આ ઘટના તેના બાળકો માટે કાયમ યાદગાર રહેશે, જ્યારે લિઝાના મતે આ ખજાનો તેમને સૌથી કઠિન સમયમાં મળ્યો છે.