Entertainment

કેનેડામાં પણ 'ધુરંધર' ઇફેક્ટ! વર્ષો જૂની પરંપરા તૂટી, થિયેટરમાં અપાયો 15 મિનિટનો ઈન્ટરવલ

By GS Team
21 Mar 20262 mins read
TukuTouch Logo
સામાન્ય રીતે વિદેશના સિનેમાઘરોમાં ફિલ્મોની વચ્ચે ઈન્ટરવલ રાખવાની પ્રથા નથી, પરંતુ આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર 2: ધ રિવેન્જ' એ કેનેડામાં આ પરંપરા તોડીને એક નવો ઈતિહાસ રચ્યો છે. કેનેડાના સિનેપ્લેક્સ થિયેટરોમાં કદાચ પહેલીવાર કોઈ ભારતીય ફિલ્મ માટે 15 મિનિટનો સ્પેશિયલ ઈન્ટરવલ બ્રેક રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર કેનેડાના એક યુઝરે આ અંગેનો વીડિયો શેર કરીને જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષમાં તેણે ક્યારેય ત્યાંના થિયેટરોમાં આ પ્રકારનો બ્રેક જોયો નથી. ફિલ્મનો રન-ટાઈમ લગભગ 4 કલાકનો હોવાથી પ્રેક્ષકોની માંગને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર 'ધુરંધર 2 ઇફેક્ટ' તરીકે વાઇરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં પણ 'ધુરંધર' ઇફેક્ટ! વર્ષો જૂની પરંપરા તૂટી, થિયેટરમાં અપાયો 15 મિનિટનો ઈન્ટરવલ

Dhurandhar-2 Canada Shows: સામાન્ય રીતે વિદેશના સિનેમાઘરોમાં ફિલ્મોની વચ્ચે ઈન્ટરવલ રાખવાની પ્રથા નથી, પરંતુ આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર 2: ધ રિવેન્જ' એ કેનેડામાં આ પરંપરા તોડીને એક નવો ઈતિહાસ રચ્યો છે. કેનેડાના સિનેપ્લેક્સ થિયેટરોમાં કદાચ પહેલીવાર કોઈ ભારતીય ફિલ્મ માટે 15 મિનિટનો સ્પેશિયલ ઈન્ટરવલ બ્રેક રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર કેનેડાના એક યુઝરે આ અંગેનો વીડિયો શેર કરીને જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષમાં તેણે ક્યારેય ત્યાંના થિયેટરોમાં આ પ્રકારનો બ્રેક જોયો નથી. ફિલ્મનો રન-ટાઈમ લગભગ 4 કલાકનો હોવાથી પ્રેક્ષકોની માંગને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર 'ધુરંધર 2 ઇફેક્ટ' તરીકે વાઇરલ થઈ રહ્યો છે.

વિદેશી સિનેમાઘરોમાં ભારતીય ફિલ્મોની વધતી અસર

આ વીડિયો વાઇરલ થતા જ ભારતીય યુઝર્સમાં પણ આશ્ચર્ય અને ચર્ચા જોવા મળી રહી છે. કેટલાક લોકો આ બદલાવથી હેરાન છે, તો કેટલાક કેનેડામાં રહેતા ભારતીયોએ જણાવ્યું કે અગાઉ 'પુષ્પા 2' અને 'કાંતારા' જેવી ફિલ્મો વખતે પણ આવા બ્રેક આપવામાં આવ્યા હતા. જોકે, 'ધુરંધર'ના પહેલા ભાગ વખતે પણ લોકોએ બ્રેકની માંગ કરી હતી, જે આ વખતે પૂરી થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: બીજા દિવસે ધુરંધર 2ની કમાણી 330 કરોડને પાર! રણવીર સિંહની ઉજવણી, દિપીકા કોન્સર્ટમાં પહોંચી

'ધુરંધર 2' નું વિશ્વભરમાં શાનદાર પ્રદર્શન

બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, 'ધુરંધર 2' વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના માત્ર 2 દિવસમાં જ વર્લ્ડવાઈડ આશરે 330 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જે રીતે ફિલ્મ આગળ વધી રહી છે તે જોતા ટૂંક સમયમાં તે 1000 કરોડનો આંકડો વટાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ફિલ્મના ક્રેઝને જોતા ચાહકો હવે એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ ફિલ્મ 2000 કરોડની ક્લબમાં સામેલ થઈને નવો રેકોર્ડ બનાવશે.