Ahmedabad

અમદાવાદ: વટવામાં 15 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારનાર પિતાને અંતિમ શ્વાસ સુધી કેદની સજા, ₹7 લાખનો દંડ

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વટવામાં 15 વર્ષીય સગી દીકરી પર દુષ્કર્મ કરનાર નરાધમ પિતાને પોક્સો કોર્ટે દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે. ખાસ જજ એ.બી. ભટ્ટે ભોગ બનનાર સગીરાને 7 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ કર્યો. પિતાએ રક્ષણ આપવાને બદલે શારીરિક ભૂખ સંતોષવા અધમ કૃત્ય કર્યું, જેમાં દયાને સ્થાન નથી, તેમ કોર્ટે અવલોકન કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વટવામાં 15 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારનાર પિતાને અંતિમ શ્વાસ સુધી કેદની સજા, ₹7 લાખનો દંડ

Ahmedabad News: અમદાવાદના વટવામાં 15 વર્ષીય સગી દીકરી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ પિતાને પોક્સો કોર્ટના ખાસ જજ એ.બી.ભટ્ટે ગુનેગાર ઠરાવીને જીવનના અંતિ શ્વાસ સુધીના આજીવન કારવાસની સજા ફટકારવાનો આદેશ કર્યો છે. કોર્ટે ભોગ બનનાર સગીરાને 'ધી ગુજરાત વિક્ટીમ કમ્પનસેશન સ્કીમ 2019' અંતર્ગત રૂ.7 લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો.

વટવામાં 15 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારનાર પિતાને અંતિમ શ્વાસ સુધી કેદની સજા

કોર્ટે આરોપીને સજા ફટકારતા અવલોકન કર્યું હતું કે, 'પિતાએ દીકરીઓને રક્ષણ આપવાના બદલે પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે સગીર દીકરી ઉપર જાતીય પ્રવેશથી હુમલો કરી અધમ કૃત્ય કર્યું છે. આવા ગંભીર ગુનામાં આરોપી માટે દયાને પાત્ર કે માનવીય દ્રષ્ટ્રીકોણનું કોઈ સ્થાન રાખી શકાય નહીં. '

શું હતી સમગ્ર ઘટના?

વટવામાં રહેતી 15 વર્ષીય સગીરાએ વર્ષ 2024માં વટવા પોલીસ સ્ટેશનમાં પોતાના સગા પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, પીડિતાના પિતા કલરકામ કરે છે અને તેની માતા સાથે રોજબરોજ મારઝૂડ કરતા હતા. જેના કારણે માતા ઘર છોડીને જતી રહી છે. સગીરાને એક નાની બહેન અને એક નાનો ભાઈ છે. સગીરાને તેના જ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે મિત્રતા થઈ હતી અને તેણે સગીરાને મોબાઈલ ફોન લઈ આપ્યો હતો. જેમાં સગીરા પિતાને ખબર ના પડે એ રીતે ફોન સંતાડીને રાખતી હતી. ફોન અંગેની ખબર પિતાને થતાં સગીરાને વાયરના ટૂકડાંથી માર માર્યો હતો. આ ઉપરાંત, રાત્રે ધાબા ઉપર નાના ભાઈ-બહેન સાથે સૂઈ રહેલી સગીરાને નરાધમ પિતા નીચે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.'

સમગ્ર મામલે જો કોઈને જણાવીશ તો જાનથી મારી નાખવાની નરાધમ પિતા પોતાની જ દીકરીને ધમકી આપતો હતો. આમ, આરોપી પિતા સગીરા સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ ગુજારતો હતો.

આ પણ વાંચો: અમદાવાદ વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: આરોપીઓને સાથે રાખી પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું

નરાધમ પિતાના ત્રાસથી કંટાળીને અંતે સગીરાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરીને આરોપી પિતાની ધરપકડ કરી હતી. આ કેસ વિશેષ અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલે 22 દસ્તાવેજી પુરાવા અને 12 સાક્ષીઓ તપાસી આરોપી વિરુદ્ધનો ગુનો પુરવાર કર્યો હતો.