અમદાવાદ: સાણંદમાં પત્નીના પ્રેમીને માથામાં હથોડીના ઘા મારી કરપીણ હત્યા કરનાર પતિને આજીવન કેદ સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના સાણંદ ખાતે આવેલી એક ખાનગી કંપનીની ઓરડીમાં પત્નીના પ્રેમીની માથામાં હથોડીના ઘા મારી કરપીણ હત્યા કરનાર આરોપી જુવાન વડેરાને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા સેશન્સ કોર્ટના જજ અનિલકુમાર મલેકે ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો છે. આરોપી પેરોલ જમ્પ કરીને 6 મહિના સુધી ભાગતો ફર્યો હતો. સઘન તપાસ કરીને સાણંદ પોલીસે તેને ઝડપી લીધો હતો.
સાણંદમાં પત્નીના પ્રેમીને માથામાં હથોડીના ઘા મારી કરપીણ હત્યા કરનાર પતિને આજીવન કેદ સજા
સાબરકાંઠા જિલ્લાના પરોસડા ગામના વતની જુવાન દુબળાભાઇ વડેરાએ (ઉં.વ.27) તેની 22 વર્ષીય પ્રેમિકા પ્રિયંકા સાથે સામાજિક રિત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને જણા સાણંદ ખાતે રહેવા આવ્યા હતા અને સેન્ટિંગનું કામ કરી ભરણપોષણ કરતો હતો. લગ્ન બાદ તેમને એક 6 વર્ષનો બાળક પણ હતો.
આ દરમિયાન સાણંદ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો અભિષેક દિનેશભાઇ ડામોર જે જુવાનની પત્નીનો પૂર્વ પ્રેમી હતો. જેને મળવા માટે પ્રિયંકા અવાર-નવાર જતી હતી. જે અંગેની જાણ જુવાનને થઇ હતી. જેને લઇને બંને વચ્ચે ઝગડાઓ પણ થતા હતા. આથી પ્રિયંકા તેના પતિને છોડીને પૂર્વ પ્રેમી સાથે લગ્ન કર્યા વગર તેની સાથે રહેવા જતી રહી હતી. જેની જાણ આરોપી જુવાનને થઈ હતી અને તેણે અભિષેકને ફોન કરતા બંને જણા વચ્ચે રકઝક થઇ હતી અને અભિષેકે તેને લલકાર્યો હતો કે, 'તારામાં તાકાત હોય તો આવજે.'
જેની દાઝ રાખીને આરોપી જુવાન વાડેર 1 મે 2024ના રોજ રાત્રિના 12.30 વાગે અભિષેકને મારવા માટે તેની કંપનીમાં ગયો હતો. એ વખતે કંપનીની ઓરડીમાં અભિષેક અને પ્રિયંકા હાજર હતા. ત્યારે આરોપી જુવાને તેની પાસે રહેલી લોખંડની હથોડી અભિષેકના માથા સહિતના ભાગે મારી ઘાતકી હત્યા કરી નાંખી હતી. તેમજ વચ્ચે પડેલી પ્રિયંકાને પણ હથોડી વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી ગયો હતો.
આ બનાવ અંગે સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી જુવાન વાડેરની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ હતું. જે કેસ ચાલી જતાં સરકારી વકીલ તારાબા ચુડાસ્માએ 13 સાક્ષીઓ અને મહત્ત્વના દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી સામેનો ગુનો પુરવાર કર્યો હતો.









