પાકિસ્તાન સાથે સંબંધ ખતમ, બલુચિસ્તાને આઝાદી દિવસની તારીખ જાહેર કરી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Balochistan News : બલુચિસ્તાને જાહેર કર્યું છે કે 11મી ઓગસ્ટે પોતાનો આઝાદી દિન ઉજવશે તે પાછળ તેણે 1947ની ઘટના દર્શાવી હતી. બ્રિટિશરોએ 11મી ઓગસ્ટ 1947ના દિવસે સૌથી પહેલાં બલુચિસ્તાન ઉપરથી તેમની પ્રભુસત્તા ઉઠાવી લીધી હતી. તે પછી તે સમયે સરહદ પ્રાંત કહેવાતા ખૈબર પખ્તુનિયા પ્રાંત પશ્ચિમ પંજાબ અને સિંધ તથા બંગાળના મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશ ઉપરથી પ્રભુસત્તા ઉઠાવી પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાનની 14 ઓગસ્ટે રચના કરી. 15મી ઓગસ્ટે બ્રિટનના સીધા હાથ નીચે રહેલાં બાકીનાં હિન્દુસ્તાન તથા દેશી રજવાડાંઓ ઉપરથી પણ પ્રભુસત્તા (પેરેમાઉન્સી) ઉઠાવી લીધી સાથે બંને તરફ ૧૪મી ઓગસ્ટથી જ લોહી નીતરતો સૂરજ ઉગવો શરૂ થયો. કેટલાંયે સપ્તાહો સુધી હિન્દુ-મુસ્લીમ તોફાનો ચાલ્યાં.
ભારતના જ ભાગલા કરવાનો શોખ ધરાવતાં પાકિસ્તાનને વિભાજનનો સામનો કરવો પડયો. પહેલાં 1970-71નાં યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે છુટું પડયું. હવે બલુચિસ્તાને પોતાને આઝાદ કરવા નિર્ણય લીધો છે. અને જે દિવસે બ્રિટિશ પેરેમાઉન્સી ઉઠી તે જ દિવસથી 11મી ઓગસ્ટથી પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધું છે. તે દિવસે સ્વતંત્રતા દિવસ તરીકે બલુચો ઉજવશે. બલુચ નેતાઓએ તેમનાં રીપબ્લિક ઓફ બલુચિસ્તાનને સ્વીકૃતિ આપવા દુનિયાભરના દેશોને અપીલ કરી છે.
બલુચ લિબરેશન નેતા, મીર યાર બલોચે જણાવ્યું હતું કે 11મી ઓગસ્ટે બલુચો, પોતાનાં ઘરો ઉપર દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવશે. તેમજ આસપાસની બજારો, દુકાનો, અને સાર્વજનિક સ્થળોએ રીપબ્લિક ઓફ બલુચિસ્તાનના ધ્વજ ફરકાવવામાં આવશે.
બલુચ નેતાએ પોતાનાં નિવેદનમાં કહ્યું હતું કે દર વર્ષે 11મી ઓગસ્ટે લોકો આઝાદ બલુચિસ્તાનના ધ્વજ પોતાના ઘરો ઉપર લગાડશે. વિદેશોમાં પણ રહેતાં બલુચો પણ તે દિવસ સ્વતંત્રતા દિન તરીકે ઉજવશે.
પાકિસ્તાનની નીતિઓની ઉગ્ર ટીકા કરતાં મીર યાર બલોચે કહ્યું હતું કે, પાકિસ્તાનની નીતિઓએ માત્ર આ ક્ષેત્રમાં જ નહી. પરંતુ બહાર પણ ઘણી ખરાબ છાપ ઊભી કરી છે. કાશ્મીર અંગે ઝેર ઓકવું હોય, બલુચિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી હોય, સોવિયેત અફઘાન યુદ્ધમાં કૂદી પડવાનું હોય કે પછી પરમાણુ ટેસ્ટિંગ હોય પરંતુ તેની આ કાર્યવાહીમાંથી માત્ર-ને માત્ર ખૂન વહી રહ્યું છે.
મીર-યાર-બલોચે આગળ કહ્યું : પાકિસ્તાનમાં રહી બલુચિસ્તાન કદી સમૃદ્ધ નહીં થઇ શકે. દુનિયાભરના દેશોએ રીપબ્લિક ઓફ બલુચિસ્તાનને માન્યતા આપવી જોઇએ. પૂર્વે જણાવ્યું તેમ બ્રિટિશ પેરેમાઉન્સી 1947ની 11મી ઓગસ્ટે બલુચિસ્તાન પરથી ઉઠાવી લેવામાં આવી તે દિવસને જ મીર-યાર-બલુચે આઝાદી દીન તરીકે પસંદ કર્યો છે. પ્રશ્ન તે છે કે હવે ભારત કેવું વલણ લેશે. સાથે તે પણ નક્કી છે કે બલુચિસ્તાનમાં (પોર્ટ ગ્વાડર પર રહેલા) ચીનાઓનું શું થશે ?









