હાર્દિક પંડ્યાના બદલામાં બે ધુરંધર ખેલાડી અને 10 કરોડ... IPLમાં મોટી ટ્રેડ ડીલના સંકેત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2027 Trade: IPL 2027 પહેલાં ટ્રેડ વિન્ડો ખુલે તે પહેલા જ હાર્દિક પંડ્યાને લઈને સૌથી મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. PLમાં મોટી ટ્રેડ ડીલના સંકેત મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) મુંબઈ ઈન્ડિયન્સના (MI) કેપ્ટન હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કરવા માટે એક મોટુ ટ્રેડ પેકેજ તૈયાર કર્યું છે.
હાર્દિક પંડ્યાના બદલામાં બે ધૂરંધર ખેલાડી અને 10 કરોડ
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, CSKએ મુંબઈ ઈન્ડિયન્સ સામે 10 કરોડ રોકડા, ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે અને દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને સામેલ કરતો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે કે હાર્દિકના બદલામાં બે ખેલાડી અને મોટી રકમ આપવાની તૈયારી દેખાડી છે. એવી માહિતી મળી રહી છે કે શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેમાં રસ દાખવ્યો હતો, પરંતુ ચેન્નાઈએ તેને પોતાના ભવિષ્યનો મહત્વનો હિસ્સો ગણાવીને ટ્રેડમાંથી બહાર રાખ્યો છે.
CSKએ નવું પેકેજ તૈયાર કર્યું
ત્યારબાદ CSKએ કથિત રીતે નવું પેકેજ તૈયાર કર્યું, જેમાં શિવમ દુબે, ડેવાલ્ડ બ્રેવિસ અને 10 કરોડ સામેલ કર્યા છે. જો આ ટ્રેડ થશે તો હાર્દિક પંડ્યા લગભગ ચાર વર્ષ પછી ફરી એકવાર પીળી જર્સીમાં જોવા મળી શકે છે.
બીજી તરફ શિવમ દુબેની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી થશે, જ્યારે ડેવાલ્ડ બ્રેવિસ પણ પોતાની જૂની ફ્રેન્ચાઈઝીનો હિસ્સો બની શકે છે. જોકે, અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ કે IPL ગવર્નિંગ કાઉન્સિલ તરફથી આ ટ્રેડ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.









