World

પાકિસ્તાનનો બોક્સર ગ્લાસગોમાં ટીમની હોટલ છોડીને ભાગી ગયો

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા આવેલો પાકિસ્તાની બોક્સર કુદરતુલ્લાહ ટીમ હોટલમાંથી ગુમ થયો છે. સ્થાનિક સત્તાવાળાઓને આશંકા છે કે તે ગેરકાયદેસર રીતે સ્કોટલેન્ડમાં રહેવા માંગે છે, કારણ કે તે તેનો પાસપોર્ટ હોટલમાં જ છોડી ગયો છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. અગાઉ 2022માં પણ પાકિસ્તાનના 2 બોક્સર બર્મિંગહામમાં ગાયબ થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનનો બોક્સર ગ્લાસગોમાં ટીમની હોટલ છોડીને ભાગી ગયો
  • સ્કોટલેન્ડમાં ગેરકાયદે વસવા ઈચ્છો હોવાની આશંકા
  • પાસપોર્ટ પણ હોટલમાં છોડી દીધો : ૨૦૨૨માં પાકિસ્તાનના બે બોક્સરો બર્મિંગહામમાં ગાયબ થઈ ગયા હતા

ગ્લાસગો : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની ટીમ સાથે આવેલો બોક્સર કુદરતુલ્લાહ કોઈને જાણ કર્યા વિના જ ગ્લાસગોની ટીમની હોટલ છોડીને ભાગી ગયો હતો. ગ્લાસગોની સ્થાનિક ઓથોરિટીએ કહ્યું હતું કે, પાકિસ્તાનનો બોક્સર ગેરકાયદે સ્કોટલેન્ડમાં વસવાટ કરવા ઈચ્છતો હોય તેમ લાગી રહ્યું છે કે, કારણ કે તે તેનો પાકિસ્તાનનો પાસપોર્ટ પર હોટલમાં જ છોડીને જતો રહ્યો છે.
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે બદનામીનો સામનો કરી રહ્યું છે અને તેમાં ય કુદરતુલ્લાહની હરકત બાદ સ્થાનિક સત્તાધીશો એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે, પાકિસ્તાનના અન્ય ખેલાડીઓ બને તેટલી જલ્દી સ્વદેશ પરત ફરી જાય.
દરમિયાનમાં ગ્લાસગોની પોલીસે મોટાપાયે કુદરતુલ્લાહની શોધખોળ શરૂ કરી દીધી છે. સમૃદ્ધ દેશોમાં યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવા જઈને ગાયબ થઈ જવામાં પાકિસ્તાનના એથ્લીટ્સ નામચીન છે. ૨૦૨૨માં બર્મિંગહામ ગેમ્સમાં પણ પાકિસ્તાનના બે બોક્સર સુલેમાન બચોલ અને નજીરુલ્લાહ પણ તેમનો પાસપોર્ટ છોડીને હોટલમાંથી ગાયબ થઈ ગયા હતા.