વાંચો તમારું 05 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો.
વૃષભ : આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે.
મિથુન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કર્ક : દિવસની શરૂઆતથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
સિંહ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
કન્યા : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી જણાય.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. મહત્વના નિર્ણય લઈ શકાય. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થાય.
વૃશ્ચિક : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામ અંગે ખર્ચ જણાય.
ધન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
મકર : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન- વાહનની લે-વેચના કામમાં સાવધાની રાખવી. ઉચાટ-ઉદ્વેગ રહે.
કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મીન : સામાજીક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધામાં લાભ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ









