Ahmedabad

રેડ બાદ શું રંધાયું? અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, છતાં સંચાલક બચે તેવો પોલીસનો કારસો!

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં ચાલતા હાઈ-પ્રોફાઈલ જુગારધામના મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા પટેલને પોલીસે બચાવવાનો કારસો રચ્યાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ સ્ટેશનથી માત્ર 550 મીટર દૂર આ અડ્ડો વર્ષોથી પોલીસ અને સ્થાનિક નેતાઓની રહેમરાહે ચાલતો હતો. લાખો રૂપિયાના હવાલા આંગડિયા પેઢીઓ દ્વારા પાડી, UPI ટ્રાન્જેક્શનથી પણ પૈસાની લેવડદેવડ થતી. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પણ મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેડ બાદ શું રંધાયું? અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, છતાં સંચાલક બચે તેવો પોલીસનો કારસો!

Ahmedabad News: અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં મનોરંજનના ઓથા હેઠળ ચાલતા કુખ્યાત હાઇ પ્રોફાઇલ જુગારના અડ્ડાના મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા પટેલ પાસેથી કશું મળી નહી આવ્યું હોવાનો ફરિયાદમાં દાવો કરી પોલીસે તેને બચાવવાનો કારસો રચ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા આ હાઇ પ્રોફાઇલ જુગારનો અડ્ડો પોલીસ અને સ્થાનિક રાજકીય નેતાઓની રહેમરાહે જ ચાલતો હતો અને તેમને આ અડ્ડા અંગેની જાણ હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

આ મનપસંદ જીમખાનાનો અડ્ડો દરિયાપુર પોલીસ સ્ટેશનથી માત્ર 550 મીટરની નજીકમાં આવેલું છે અને 170 મીટરની અંદર તંબુ પોલીસ ચોકી આવેલી છે. તેમ છતાં પોલીસ મોટું ભરણ લઇને આંખ આડા કાન કરતી રહી. જેના કારણે રાત-દિવસ 24 કલાક સુધી ધમધમતા આ જુગારના અડ્ડાના કાળાં નાણાં માધુપુરા અને કાલુપુરમાં આવેલા પાંચ આંગડીયા પેઢી દ્વારા લાખો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા છે. જુગાર રમવા આવતા અને હારી ગયેલા જુગારીઓ પાસેથી યુપીઆઇ ટ્રાન્જેકશન મારફતે પણ નાણાંકીય લેવડદેવડ કરવામાં આવતી હતી.

આ જુગારના ગેરકાયદે વ્યહારોમાં ટેબલ ભાડે રાખનાર મુળરાજસિંહ ઉર્ફે મુળુભા રાણા અને કિશોર મારવાડી માધુપુરા સ્થિત પી.એમ.આંગડીયા પેઢી, આર.કે. આંગડીયા પેઢી, રમેશ કાંતી આંગડીયા પેઢી અને એચ.આર. આંગડીયા પેઢીમાં ચિરાગ પટેલ, અજીત શાહ અને આંનદ ઠાકોરના મોબાઇલ નંબરો ઉપર રૂપિયાના લેવડદેવડના હવાલા પાડતા હતા. આ સિવાય કાલુપરમાં આવેલા પી.એમ.આંગડીયા પેઢીમાં અજીત શાહ તથા લક્ષ્મણ પરમારના મોબાઇલ ફોન નંબરો ઉપર રૂપિયાના હવાલા પાડતા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: પિક-અપમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ સંતાડ્યો, રૂ.11.64 લાખના મુદ્દામાલ સાથે 2 શખસોની ધરપકડ

સ્ટેટ મોનીટરિંગ સેલે મનપસંદ જીમખાના જુગારના અડ્ડા ઉપર છાપો માર્યો ત્યારે ત્યાંથી ભાગી ગયેલા ગોવિંદ પટેલના ભાગીદાર કિરીટસિંહ મફાજી ચાવડા, મુળરાજસિંહ ઉર્ફે મુળુભા રાણા, સતિષભાઇ બળદેવભાઇ ઠક્કર અને વિપુલને હજુ સુધી પોલીસ પકડી શકી નથી.