ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદનું ઍલર્ટ, સોમવારે 151 તાલુકામાં મેઘમહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સક્રિય છે. તેવામાં હવામાન વિભાગે આગામી 26 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યમાં 20 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યામાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
26 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, 21 જુલાઈએ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, જ્યારે 22 જુલાઈએે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 25-26 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતના 151 તાલુકામાં વરસાદ
20 જુલાઈએ સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના પારડીમાં 4.88 ઇંચ, વલસાડ શહેરમાં 4.61 ઇંચ, વાપીમાં 4.29 ઇંચ, નવસારીના ખેરગામમાં 4.21 ઇંચ, જલાલપોર અને ગણદેવીમાં 3.39 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત સહિત 25 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

















