Ahmedabad

પોલીસ ભરતી અંગે હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું, કુલ 25,600 પદો પર સીધી ભરતીનું આયોજન

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે, રાજ્યમાં 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 25,600 પોલીસકર્મીઓની નવી ભરતી કરાશે. ગુનેગારી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ઊભી કરાશે. સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી થશે. ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓને આઉટસોર્સિંગથી લેવાશે, જેના મોનિટરીંગ ડીજીપી કરશે. 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસ ભરતી અંગે હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું, કુલ 25,600 પદો પર સીધી ભરતીનું આયોજન

Gujarat Police Recruitment High Court Affidavit: રાજયભરમાં પોલીસદળમાં ભરતી મામલે જાહેરહિતની અરજીમાં સરકારે સોંગદનામું કર્યુ હતુ. તેમાં એવી રજૂઆત કરી હતી કે, 2109 કોન્સ્ટેબલની નવી ભરતી કરવાની છે. ગુનેગારીના નિયત્રંણ માટે નવી 32 પોસ્ટ પર ભરતી કરવાના છે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સમાં પણ નવી ભરતી સરકાર કરવા જઈ રહી છે. કારણ કે, નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં નવી ભરતી માટે ગૃહવિભાગ ગંભીર છે.

પોલીસ ભરતી અંગે હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું

સરકાર નાર્કોટિક્સ અને સાયબર ક્રાઇમ ગુનાઓના નિવારણ માટે ઉચ્ચ શિક્ષિત વ્યકિતને આઉટ સોર્સિંગ દ્વારા ભરતી કરશે. હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, 'તમે તેમને નિયમિત ભરતી કરશો? જો તમે કરાર આધારિત ભરતી કરશો તો તેમની સામે કેટલીક શરતો પણ કડક રાખવી પડશે નહીંતર જવાબદારીમાં છટકી શકશે.'

આ પણ વાંચો: રાજ્યમાં GPSC અને TAT-HSની પરીક્ષાઓ મોકૂફ: ભારે વરસાદની સ્થિતિને કારણે નિર્ણય, જાણો નવી તારીખ

કુલ 25,600 પદો પર સીધી ભરતીનું આયોજન

સરકારે એવી રજૂઆત કરી હતી કે, આઉટ સોર્સિંગથી ભરતી કરાયેલા અધિકારીઓને ડીજીપી સાથે બેઠક કરીને તેમના મોનિટરીંગ હેઠળ કામગીરી સોપવામાં આવશે. જેથી કરીને યોગ્ય દિશામાં ઝડપી તપાસ નિષ્ણાતો કરી શકે. પોલીસ બેડામાં 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં આવશે. કુલ 25,600 જગ્યા પર સીધી ભરતી થવાની છે.