ચીન, નોર્થ કોરિયાનું મગજ ફર્યું તો અમેરિકાનું શું થશે ? ઇરાન યુધ્ધમાં મિસાઇલ્સ અર્ધા થઈ ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ચીન અને નોર્થ કોરિયા સાથે યુધ્ધ થાય તો બચાવ માટે શસ્ત્રો ઘટશે, અમેરિકાની સેના કરી શું શકશે ? બધું ભગવાન ભરોસે ચાલી રહ્યું છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ શસ્ત્રોના ભરોસે ઇરાન યુધ્ધ જીતવાની આશા સેવી રહ્યા છે. પરંતુ જો ચીન અને ઉત્તર કોરિયા સાથે તણાવ વધી જાય તો અમેરિકાની સેના કરી શું શકશે ? બધુ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે… એક એવી માહિતી બહાર પડી છે કે ઇરાન સાથેના યુધ્ધમાં અમેરિકાની એર ડીફેન્સ સિસ્ટીમ ઘણી તૂટી ગઈ છે.
થિંક ટેન્ક સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટર નેશનલ સ્ટડીઝ (સીએઆઇએસ)નો સ્ટડી દર્શાવે છે કે ફેબુ્રઆરીથી હજી સુધીના પાંચ મહિનાનો અભ્યાસ જણાવે છે કે અમેરિકાને ઘણી મોટી સંખ્યામાં એફિસર અને ટર્મિઝ હાઇઓલ્ટીટયુડ એરિયા ડીફેન્સ (થાડ) ઇન્ટર-સેપ્ટર્સ તૈનાત રાખ્યા છે. તેથી તેના રિઝર્વ સ્ટોકમાં ઘટ પડી છે.
સીએસઆઇએસના અનુમાન પ્રમાણે યુધ્ધ પહેલા અમેરિકા પાસે ૨૨૦૦ પેટ્રિઅટ ઇન્ટર સેપ્ટર્સ હતા જેની સંખ્યા ઘટીને ૮૨૭ થી પણ ઓછી થઇ છે. જયારે ૪૫૨ થાડ મિસાઇલ્સ ૨૭૮ થી ઓછા રહ્યા છે.
આ રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે અમેરિકા અને તેના ગઠબંધન સાથીઓનું રક્ષણ કરવા માટે આ સંખ્યા ઘણી ઓછી પડે તેમ છે.
આ થિંક ટેન્કે સાથે તેમ પણ કહ્યું હતું કે યુએસનાં યુધ્ધ જહાજો એટલે દૂર રહ્યાં છે કે તે મિસાઇલ્સ ધરાવતા હોવા છતાં અમેરિકાને સલામતી આપી શકે તેમ નથી.
આમ છતાં ટ્રમ્પ દાવો કરે છે કે તેનો શસ્ત્રાગાર હજી પૂરતો છે. પરંતુ પ્રશ્ન તે છે કે ચીન અને ઉ. કોરિયા સાથે જો યુધ્ધ ફાટી નીકળે તો આત્મરક્ષા માટે અમેરિકામાં શસ્ત્રો પુરતા પ્રમાણમાં છે ? - જવાબ નકારમાં છે.









