Baroda

ભારે વરસાદની આગાહી ના પગલે આવતીકાલે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં 31 જુલાઈએ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી વડોદરા શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીઓ, સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી છે. આ આદેશનો ભંગ કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. અગાઉ પણ ગત સપ્તાહે સ્કૂલો 2 દિવસ બંધ રહી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારે વરસાદની આગાહી ના પગલે આવતીકાલે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

Vadodara : તારીખ 31 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા શહેરની સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો તંત્ર નિર્ણય લીધો છે.
મળતી જાણકારી અનુસાર જિલ્લા કલેકટરે એક જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીઓ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે આ આદેશનો ભંગ કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહી પણ કરવાની ચીમકી આપી છે.
આ પહેલા પણ ભારે વરસાદની આગાહીના કારણે ગત સપ્તાહે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો બે દિવસ બંધ રાખવામાં આવી હતી.