રાજ્યમાં GPSC અને TAT-HSની પરીક્ષાઓ મોકૂફ: ભારે વરસાદની સ્થિતિને કારણે નિર્ણય, જાણો નવી તારીખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat TAT HS And GPSC Exam Postponed: ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. ભારેથી અતિભારે વરસાદને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ(SEB)ની શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)–2026 (TAT-HS) અને ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. SEB અને GPSCએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે.
TAT-HSની મુખ્ય પરીક્ષા મોકૂફ
SEB અનુસાર, રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને આગામી 2 ઑગસ્ટના રોજ યોજાનાર શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – 2026 (TAT-HS)ની ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 8 ઑગસ્ટ, 2026એ શનિવારના રોજ યોજાશે.

હોલ ટિકિટ અંગે બોર્ડની સ્પષ્ટતા
રાજ્ય પરીક્ષા બોર્ડ(SEB)ના સચિવ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઉમેદવારોએ નવી હોલ ટિકિટ ફરીથી ડાઉનલોડ કરવાની રહેશે નહીં. આમ, અગાઉ ડાઉનલોડ કરેલી હોલ ટિકિટ જ માન્ય ગણાશે. તેમજ પરીક્ષા કેન્દ્ર અને હોલ ટિકિટમાં દર્શાવેલ સમય અગાઉ મુજબ જ રહેશે.
પરીક્ષા સંબંધિત વધુ માહિતી અને અપડેટ્સ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પરથી ઉમેદવારો મેળવી શકશે.
GPSCની પ્રાથમિક પરીક્ષા મોકૂફ
રાજ્યમાં ધોધમાર વરસાદની IMDની આગાહીને પગલે આગામી 1 ઑગસ્ટના શનિવારે લેવાનાર GPSCની પ્રાથમિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આમ, આગામી 9 ઑગસ્ટના રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પરીક્ષા લેવાશે.











