75 મીટર રીંગરોડ માટે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ : વિલંબ બદલ તંત્રની કામગીરી પર સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ તરીકે જાહેર કરાયેલા 75 મીટર રીંગરોડ પ્રોજેક્ટમાં વર્ષોથી થઈ રહેલા વિલંબ બાદ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ભાયલી વિસ્તારના ટીપી-24 હેઠળ સેવાસી, મહાપુરા, ખાનપુર અને અંકોડિયા ગામોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા અંદાજે 15 જેટલા ખેતરોમાં ફેન્સિંગ, વાડ, ઓરડી અને કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આશરે એક કિલોમીટરના વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
આ કામગીરીમાં કોર્પોરેશનની દબાણ શાખા, ટીપી શાખા, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા), તાલુકા પોલીસ, મેડિકલ ટીમ, સ્ટ્રીટ લાઈટ વિભાગ, એમજીવીસીએલ અને ફાયર બ્રિગેડ સહિતના વિભાગો જોડાયા છે.
66 કિલોમીટર લાંબા અને 75 મીટર પહોળા રીંગરોડના પ્રથમ તબક્કામાં 45 મીટર પહોળો અને 27.58 કિલોમીટરનો માર્ગ બનાવવા માટે રાજ્ય સરકારે રૂ.316.78 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. તંત્રનો દાવો છે કે રીંગરોડ પૂર્ણ થયા બાદ શહેરની ટ્રાફિક ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે.
જોકે, કાયદાકીય ગૂંચવણો અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના અભાવે પ્રોજેક્ટમાં વિલંબથી તંત્રના આયોજન સામે સવાલો ઊભા થયા છે.









