Baroda

વડોદરામાં વરસાદના પાણીમાં ફસાયેલી કાર લોક થઈ જતા દંપતીનું રેસ્ક્યુ, ચોખંડીમાં મકાન ધરાશાયી

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં રાતભરના વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મકરપુરા મેઈન રોડ પર 2 ફૂટ પાણીમાં ફસાયેલી કારમાંથી દંપતીને ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢ્યા. કારેલીબાગ પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું, જેને ફાયર બ્રિગેડે હટાવ્યું. ચોખંડીમાં જર્જરિત મકાન પડતા બેરિકેડિંગ કરાયું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વરસાદના પાણીમાં ફસાયેલી કાર લોક થઈ જતા દંપતીનું રેસ્ક્યુ, ચોખંડીમાં મકાન ધરાશાયી

Vadodara Rain News : વડોદરામાં ગઈકાલે રાતથી શરૂ થયેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વૃક્ષ તેમજ મકાન તૂટવાના બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
મકરપુરા મેઈન રોડ ઉપર ભરાયેલા પાણીમાં આજે સવારે પસાર થતી કાર ખોટકાઈ જતા અંદર દંપત્તિ ફસાયું હતું. દોડથી બે ફૂટ જેટલા પાણીમાં ફસાયેલી કારનું લોક નહીં ખુલતા કાર ચાલકે ફાયર બ્રિગેડની મદદ માગી હતી. મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યારે લોક ખુલી ગયું હતું. ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ ટ્રેક્ટર વડે કારને બાંધીને બહાર કાઢી હતી. આ ઉપરાંત અનેક સ્થળોએ પાણીમાં વાહનો ફસાયા હોવાના અને બંધ પડી ગયા હોવાના બનાવ પણ બન્યા હતા.
કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલની સામે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. ટ્રાફિક વધે તે પહેલા ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષને કાપીને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. બનાવમાં કોઈને જાનહાની થઈ નથી. જ્યારે ચોખંડી વિસ્તારમાં એક જર્જરીત મકાન ધબાયમાન થતાં સારવાર ફાયર બ્રિગેડ દ્વારા મકાનની આસપાસ બેરકેડિંગ કરવામાં આવ્યું હતું. આ મકાનમાં પણ કોઈ વ્યક્તિ નહીં હોવાથી કોઈ જાનહાની થઈ નથી.