અમદાવાદ તોલમાપ વિભાગની મોટી કામગીરી: 1 વર્ષમાં 772 વેપારીઓ સામે કેસ, દંડ અને ફી પેટે કરોડોની કમાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Legal Metrology Department Action : અમદાવાદના તોલમાપ વિભાગ દ્વારા 1 વર્ષમાં 772 વેપારીઓ સામે કેસ અને દંડ પેટે કરોડોની ફી વસૂલવામાં આવી છે. અમદાવાદમાં કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગે જૂન-2025થી 2026 દરમિયાન અમલીકરણ અને ચકાસણીની કામગીરી દરમિયાન કુલ રૂ. 5,05,22,554ની ચકાસણી મુદ્રાંકન ફી વસૂલ કરી છે.

અમદાવાદ તોલમાપ વિભાગની મોટી કામગીરી: 1 વર્ષમાં 772 વેપારીઓ સામે કેસ
આ માહિતી કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી, અમદાવાદ મદદનીશ નિયંત્રક એચ. એ. ઠક્કર દ્વારા આપી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તોલમાપ વિભાગે કુલ 772 કેસ નોંધ્યા હતા. જેમાં વજનમાપના 652 કેસ અને પીસીઆરના 120 કેસ નોંધાયા છે.
કેસોની કાર્યવાહી અંતર્ગત વજનમાપ સંબંધિત કેસોમાં રૂ. 10,97,400 અને પીસીઆર સંબંધિત કેસોમાં રૂ.10,82,000 મળી કુલ રૂ.21,79,400નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા કરવામાં આવતી ચકાસણીની કામગીરી વેપારમાં પારદર્શિતા, માપદંડોની ચોકસાઈ અને ગ્રાહકોના અધિકારોના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.









