VIDEO: અમદાવાદમાં ભારે વરસાદનું 'રેડ ઍલર્ટ': પહેલી ઑગસ્ટે તમામ સ્કૂલ-કૉલેજોમાં રજા જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad School College Holiday On 1 August, 2026: અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. 31 જુલાઈએ રેડ ઍલર્ટને પગલે અમદાવાદ સહિતના શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. જો કે, હવામાન વિભાગે શનિવારે(1 ઑગસ્ટ) રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત 6 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે પહેલી ઑગસ્ટે અમદાવાદ તમામ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
પહેલી ઑગસ્ટે તમામ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવતાં, વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર 1 ઑગસ્ટ 2026ના રોજ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને સ્વનિર્ભર (ખાનગી) પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, અધ્યાપન મંદિરો તેમજ કૉલેજોમાં શૈક્ષણિક કામગીરી સંપૂર્ણપણે બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો અને સંચાલકોને આ અંગે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને WhatsApp, SMS કે અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક માહિતગાર કરવા તથા આગામી સમયમાં માત્ર અધિકૃત સૂચનાઓનું જ ચુસ્તપણે પાલન કરવા DEO દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ ઍલર્ટ










