અમદાવાદ: મોતના તાંડવ બાદ ફાયર વિભાગ સફાળું જાગ્યું, ફટાકડા ફેક્ટરી પર બુલડોઝર ફેરવી 147 સ્થળોએ તપાસ, 4 એકમો સીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Fire Safety Inspection After Ramol Firecracker Factory Blast: અમદાવાદ શહેરમાં દર વખતે કોઈ મોટી હોનારત થાય અને નિર્દોષ નાગરિકો જીવ ગુમાવે, ત્યાર પછી જ તંત્ર ઊંઘમાંથી જાગે છે તેવો જ ઘાટ ફરી એકવાર જોવા મળ્યો છે. રામોલ-વસ્ત્રાલ ગત્રાડ રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટ બાદ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. લોકરોષથી બચવા માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા 19 જુલાઈ, 2026ના રોજ શહેરના તમામ 7 ઝોનમાં દોડધામ કરીને 147 સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 30 એકમોને નોટિસ અને 4 એકમોને સીલ કરવામાં આવ્યા છે.
ફટાકડા ફેક્ટરીના મોતના તાંડવ બાદ ફાયર વિભાગ લાલઘૂમ
બીજી તરફ, તપાસમાં સામે આવ્યું છે કે આ જીવલેણ વિસ્ફોટ જે જગ્યા પર થયો હતો તે ફેક્ટરી ભાડાની જમીન પર ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી, જેથી આ હોનારત બાદ આબરૂ બચાવવા માટે જગ્યાના મૂળ માલિક દ્વારા તાબડતોબ બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર માળખાને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ આકરી ઝુંબેશ આવતીકાલથી પણ ચાલુ રાખવામાં આવશે.
ઝોન વાઇઝ તપાસ અને નોટિસનો અહેવાલ
ઝોન | તપાસ કરેલી એકમની સંખ્યા | નોટિસ |
પશ્ચિમ ઝોન | 24 | 0 |
મધ્ય ઝોન | 44 | 4 |
ઉત્તર ઝોન | 15 | 1 |
દક્ષિણ પશ્ચિમ ઝોન | 21 | 21 |
દક્ષિણ ઝોન | 34 | 1 |
ઉત્તર પશ્ચિમ ઝોન | 4 | 3 |
પૂર્વ ઝોન | 5 | 0 |
કુલ | 147 | 30 |
નોટિસ આપવામાં આવેલા એકમોના નામ
- એબીસી ટ્રાન્સપોર્ટ
- આઈ. એસ. લોજિસ્ટિક્સ
- યાર્ડ શોપિંગ મોલ
- ઓલા ઈલેક્ટ્રિક સર્વિસ સેન્ટર
- ગુડલક ફર્નિચર
- રેઝા ફર્નિચર મોલ
- હોનેસ્ટ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ
- અક્ષત શાહ ફર્નિચર
- પુથાવાલા પેકેજિંગ
- સાલાસાર લેમિનેટ Lઇમિટેડ
- એસ. કે. ડિઝાઇનર
- રેની કોસ્મેટિક કંપની
- વેસ્ટ પોઈન્ટ હોન્ડા
- માલુ સરફેસ કોટિંગ
- ઓટો માર્ટ
- એર પાવર સર્વિસ
- રાજેન ઓટો
- એમ. એમ. એન્ટરપ્રાઇઝ
- એસ. કે. ટાઇલ્સ
- આવકાર ઓટો પાર્ટ્સ
- તાઝબાની
- અવિનાશ ટ્રેડર્સ - સિઝનલ
- ગુજરાત પાપડ ભંડાર
- જય હિન્દ સ્ટોર્સ
- રાધે સિઝનલ સ્ટોર્સ
- મા અંબિકા સિઝનલ સ્ટોર
- હીના ટ્રેડર્સ
- ચાઇના ફટાકડા
- ગુરુકૃપા ફટાકડા
- માનવ મંદિર ફટાકડા
આ પણ વાંચો: અમદાવાદ: મહમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, પણ ટીમમાં ફાયર-AMCની બાદબાકી
સીલ કરવામાં આવેલા એકમોના નામ અને વિસ્તારની વિગત
માલિકનું નામ | વિસ્તાર / સરનામું |
કાંતિભાઈ ચીનીલાલ શ્રીમાળી | સર્વે નંબર 630, વસ્ત્રાલ, ગામ દસક્રોઈ, અમદાવાદ |
મોહસીનખાન સિદ્દીકખાન પઠાણ | સર્વે નંબર 143/1, બક્ષીના કુવા પાસે, નબીમીયાનું ખેતર, રામોલ, અમદાવાદ |
જીશાનુદીન ઝહીરુદીન સૈયદ | 03/નારોલ, અમદાવાદ |
કમરૂદ્દીન બદરરુદ્દીન સૈયદ(“કિંગ ફાયર વર્કસ”) | સર્વે નંબર 66/3, જુના રાગણી માતાના મંદિર પાસે, ગ્યાસપુર ગામ, વટવા, અમદાવાદ |









