Breaking News
.
Zagmag
  • Monday
  • August 31, 2015

Zagmag Top Story

તમિલનાડુનું શ્રી રંગનાથસ્વામી મંદિર

તમિલનાડુનું શ્રી રંગનાથસ્વામી મંદિર

August 31 at 2:00am

દક્ષિણ ભારત તેના ઊંચાં શિખરોવાળાં વિશાળ મંદિરો માટે જાણીતું છે. દેશનું સૌથી મોટું મંદિર શ્રી રંગનાથ સ્વામી મંદિર પણ દક્ષિણ ભારતમાં તમિલનાડુ ખાતે આવેલું છે. ૬ઠ્ઠીથી ૯મી સદી દરમિયાન થઈ ગયેલા સંત કવિઓએ જે ૧૦૮ મંદિરોની સ્તુતિ કરી છે તેમાંનું એક આ મંદિર છે અને તેમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે.
અજબ ગજબની ધાતુઓ

અજબ ગજબની ધાતુઓ

August 31 at 2:00am

* તાંબું કુદરતી રીતે જ બેક્ટેરિયા રહિત છે. * અત્યાર સુધી મળેલી ધાતુઓમાં અનઅનોકિરથમ સૌથી વધારે ભારે ધાતુ છે. તેની રાસાયણિક સંજ્ઞા ‘UVo’ છે. તેનો એટમિક નંબર ૧૧૮ છે. * રૃથેનિયમ, રહોડિયમ, પેલેડિયમ, ચાંદી, ઓસ્મિયમ, ઈરિડિયમ, પ્લેટિનમ અને સોનું આ નોબલ ધાતુઓ કહેવાય છે જેને કાટ લાગતો નથી. * કેલિફોર્નિયમ સૌથી મોંઘો પદાર્થ છે જેની કિંમત એક ગ્રામના ૬.૮ કરોડ ડોલર થાય છે.
મ્યુઝિક એસક્પ્રેસ

મ્યુઝિક એસક્પ્રેસ

August 29 at 2:00am

હેલ્લો ફ્રેન્ડ્ઝ, હાઉ આર યુ? ઓલ પ્રિપેર્ડ ફોર કમિંગ ફેસ્ટિવલ્સ? તહેવારોના દિવસો આવી રહ્યા છે. રક્ષાબંધન પછી ગણેશ ઉત્સવ અને પછી સાતમ-આઠમનું મિનિ વેકેશન. સ્ટડીમાંથી ફ્રેશ થવા માટે મળેલો નાનકડો બ્રેક, રાઈટ? લાસ્ટ ટાઈમ આપણે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રગીતના નોટેશન્સ શીખ્યા હતા. તેની બરાબર પ્રેક્ટિસ કરશો તો આગામી પ્રજાસત્તાક દિને સ્કૂલમાં તમે કિ-બોર્ડ પર વગાડી શકશો. દરમિયાન, આજે રક્ષાબંધન
હાસ્યની ફૂલઝર

હાસ્યની ફૂલઝર

August 29 at 2:00am

છગનનું ઓપરેશન કરવા માટે ડૉક્ટર જ્યારે બેહોશીનું ઈન્જેક્શન લગાવવા ગયા ત્યારે એકાએક છગન બોલ્યા : ''ડૉક્ટર સાહેબ, એક મિનીટ જરા ઉભા રહો.'' ડૉક્ટર ઉભા રહી ગયા. છગને પોકેટમાંથી તેનું પર્સ કાઢયું. આ જોઈને ડૉક્ટર સાહેબ બોલ્યા : ''અરે ભાઈ ફી ની ક્યાં ઉતાવળ છે? લઈ લઈશું એ તો...''
મધપુડો હરીશ નાયક

મધપુડો હરીશ નાયક

August 29 at 2:00am

કહે છે કે વાળંદની માત્ર જીભ ચાલે છે, પણ વહાલા વાળંદનું એવું ન હતું. જીભની સાથે તેના હાથ પણ ચાલતા અને હાથ તો એવા સફાઈદાર ચાલતા કે ગામ આખું તેની જ પાસે વતુ કરાવે. વહાલાભાઈનો ધંધો ધમધોકાર ચાલે. તેને જાતજાતના માણસો પાસે જવું પડે. અરે અચ્છા તીસમારખાંનેય તેણે નમાવી દીધા હતા. અને સામેનો માનવી જ્ઞાાની હોય કે પહેલવાન હોય પણ
રક્ષાબંધનની સાચી ભેટ-      - ભારતી પી. શાહ

રક્ષાબંધનની સાચી ભેટ- - ભારતી પી. શાહ

August 29 at 2:00am

અલકનંદા સોસાયટીમાં નિલયના પરિવારને રહેવા આવ્યે થોડો જ સમય થયો હતો. આ સોસાયટી નાના નાના ટેનામેન્ટવાળી અને આકર્ષક હતી. નવા ઘરમાં આવવાથી તેનો પરિવાર ખૂબ ખુશ હતો. નિલયના માતાપિતા સરળ અને શાંત સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતા હતા. આસપાસના પડોશીઓ સાથે ખપ પુરતી વાતચીતનો વ્યવહાર રાખતા હતા. નિલયનો સ્વભાવ પણ અભ્યાસગત હતો એટલે
બુદ્ધિ કોના બાપની ?

બુદ્ધિ કોના બાપની ?

August 29 at 2:00am

અકબર બીરબલ સાથે સાથે હરતા ફરતા હતા. અકબરને બીરબલ માટે ખૂબ જ માનસન્માન હતું. આમ છતાં એક દિવસ ખૂબ અગત્યના કામ અર્થે દરબારની બહાર પગ ઉપાડવા જતી વખતે જ બીરબલને છીંક આવી. રાજા અકબર જરા વ્હેમીલા હતા. એમના મનમાં થઈ ગયું કે જે કામ કરવા માટે તેઓ જઈ રહ્યા છે તેમાં આ છીંકના પ્રતાપે જ કદી સફળતા નહીં જ મળે. તેઓ જરા અંદરોઅંદર જ સમસમી ગયા
રક્ષાબંધનનાં મૂળ પુરાણમાં છે

રક્ષાબંધનનાં મૂળ પુરાણમાં છે

August 29 at 2:00am

શ્રાવણી પૂર્ણિમા સમગ્ર ભારતમાં રક્ષાબંધન પર્વ તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનની પૌરાણિક કથા ભવિષ્યપુરાણમાં જણાવ્યા મુજબ બાર વર્ષ સુધી મહાસંગ્રામ થયો હતો. એમાં દાનવોએ ઇન્દ્ર સહિત સર્વ દેવોને જીતી લીધા પરંતુ ઇન્દ્ર સહિત તમામ દેવો ફરીથી દાનવો સાથે યુદ્ધ કરવા તત્પર થયા. તે સમયે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રને 'રક્ષા' પ્રથમ બાંધી હતી જેથી
માછલીની અજબગજબ દુનિયા

માછલીની અજબગજબ દુનિયા

August 29 at 2:00am

* સમુદ્રી જીવોમાં માછલીની ૩૦૦૦૦ કરતાં ય વધુ જાત જોવા મળે છે. દર વર્ષે લગભગ ૨૦૦ જેટલી નવી માછલીની જાત મળી આવે છે. * માછલીનું શરીર ૪૦ થી ૬૦ ટકા સ્નાયુઓનું બનેલું છે. હાડકાંવાળી માછલીના હાડકાનું વજન અન્ય પ્રાણીઓનાં હાડકાં કરતાં ઓછું હોય છે. * પૃથ્વી પર બધી જગ્યાએ માછલી જોવા મળે. દરિયામાં ૧૦૦૦ મીટર કરતાંય ઊંડે પણ માછલી હોય છે જે કદી કાંઠે આવતી નથી. ધ્રુવ પ્રદેશોમાં પણ માછલીની ૨૦૦ જેટલી જાત જોવા મળે છે.
સૂર્ય વિશે આટલું જાણો

સૂર્ય વિશે આટલું જાણો

August 29 at 2:00am

સૂર્ય બ્રહ્માંડમાં રહેલા વિશાળ કદના તારાઓ જેવો જ એક તારો છે, અન્ય તારાઓ આપણી સૂર્યમાળાની બહાર હોય છે. પરંતુ સૂર્ય આપણી સૂર્યમાળામાં હોવાથી નજીક છે એટલે મોટો અને તેજસ્વી લાગે છે તેમજ તેમાંથી વછૂટતી ગરમી અને પ્રકાશ આપણા સુધી પહોંચે છે. સૂર્ય ચાર આવરણ ધરાવે છે. કોર એટલે કે કેન્દ્ર, રેડિએટીવ ઝોન એટલે કે વિકિરણો પ્રસારિત કરતો વિસ્તાર, કન્વેક્ટીવ ઝોન એટલે પ્રસારણ વિસ્તાર અને છેલ્લે ઉપલી સપાટી.