For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

NASA: પૃથ્વીથી 140 મિલિયન દૂરથી આવ્યો મેસેજ, અંતરિક્ષ એજન્સીએ મોટો ખુલાસો કર્યો

Updated: May 2nd, 2024

NASA: પૃથ્વીથી 140 મિલિયન દૂરથી આવ્યો મેસેજ, અંતરિક્ષ એજન્સીએ મોટો ખુલાસો કર્યો

Image: IANS



NASA: નાસાએ એક નોંધનીય સફળતા મેળવી છે. તેને અંતરિક્ષમાંથી રહસ્યમયી લેઝર મેસેજ મળ્યો છે. જે પૃથ્વીથી લગભગ 140 મિલિયન માઈલ દૂર છે. સ્પેસ એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે, આ સિગ્નલ તેના સાઈકી સ્પેસક્રાફ્ટ દ્વારા મેળવવામાં આવ્યું છે.

નાસાનું સાઈકી સ્પેસક્રાફ્ટ ઓક્ટોબર,2023માં લોન્ચ થયું હતું. સિગ્નલ 140 મિલિયન માઈલ દૂરથી મળ્યા છે, જે પૃથ્વી અને સુર્ય વચ્ચેના અંતર કરતાં 1.5 ગણા છે. સાઈકીનો ઉદ્દેશ મેટલ-રીચ લઘુગ્રહોની શોધ અને રહસ્યો કરવાનો છે. સાઇકી સ્પેસક્રાફ્ટ હાલ મંગળ અને ગુરુ વચ્ચેના મુખ્ય લઘુગ્રહોની શોધમાં સફર પર છે, તે સધર્ન કેલિફોર્નિયામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ડીપ સ્પેસ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન્સ ટેક્નોલોજી પ્રદર્શનથી સજ્જ છે.

આ સ્પેસક્રાફ્ટની પ્રાથમિક સંચાર પ્રણાલી રેડિયો ફ્રિકવન્સી પર આધાર રાખે છે, ત્યારે ઓપ્ટિકલ કોમ્યુનિકેશન ડેમો ડીપ સ્પેસ કોમ્યુનિકેશન માટે ગેમ-ચેન્જર તરીકે તેની સંભવિતતા દર્શાવી છે.

8 એપ્રિલના રોજ, ઓપ્ટિકલ કોમ્યુનિકેશન્સ ડેમોએ 140 મિલિયન માઇલ (226 મિલિયન કિલોમીટર) દૂરથી સફળતાપૂર્વક એન્જિનિયરિંગ ડેટાની નકલ પ્રસારિત કરી હતી. જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરના 1½ ગણા જેટલું અંતર છે.

સાઈકી સ્પેસક્રાફ્ટનું નેતૃત્વ કરતાં મીરા શ્રીનિવાસને જણાવ્યું હતું કે, "અમે 8 એપ્રિલના રોજ લગભગ 10 મિનિટના ડુપ્લિકેટ સ્પેસક્રાફ્ટ ડેટાને ડાઉનલિંક કર્યો હતો. અમે સાયકી તરફથી અમારા ડાઉનલિંક્સમાં ટેસ્ટ અને ડાયગ્નોસ્ટિક ડેટા મોકલતા હતા. આ સ્પેસક્રાફ્ટની રેડિયો ફ્રીક્વન્સી કોમ્સ સિસ્ટમ સાથે ઓપ્ટિકલ કોમ્યુનિકેશન્સનું સફળ ઈન્ટરફેસ આ સિગ્નલ આપી રહ્યા છે. જે અમારા માટે એક મોટી સફળતા છે.”


Gujarat