For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PBKS vs CSK: ધોનીને કાબુમાં રાખવા પંજાબનો જુગાડ, ચેન્નઈ એક્સપ્રેસ પર આ રીતે લગાવી રોક

Updated: May 2nd, 2024

PBKS vs CSK: ધોનીને કાબુમાં રાખવા પંજાબનો જુગાડ, ચેન્નઈ એક્સપ્રેસ પર આ રીતે લગાવી રોક

Image Source: Twitter

MS Dhoni IPL 2024 CSK vs PBKS: ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં IPL 2024ની 49મી મેચમાં મહેન્દ્ર સિંહ ધોની 18મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને પજાબ કિંગ્સ વચ્ચે આ મુકાબલામાં ઋતુરાજ ગાયકવાડ આઉટ થયા બાદ 'થાલા' મેદાનમાં ઉતર્યો હતો. હંમેશાની જેમ તેને જોતા જ સ્ટેડિયમમાં દર્શકોનો ઉત્સાહ વધી ગયો હતો. આ મેચમાં ધોનીએ 11 બોલમાં 14 રન બનાવ્યા હતા અને છેલ્લા બોલ પર રનઆઉટ થઈ ગયો હતો. તે આ IPL સિઝનમાં પહેલી વખત આઉટ થયો છે. 

ધોનીના છગ્ગા કાબુમાં રાખવા પંજાબનો જુગાડ

ધોની જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો ત્યારે ઈનિંગના છેલ્લા 13 બોલ બાકી હતા. પરંતુ પંજાબના બોલરોએ તેને ધમાકેદાર બેટિંગ કરવાની તક ન આપી. 19મી ઓવરમાં ધોની સામે રાહુલ ચાહર બોલિંગ કરવા આવ્યો હતો. ચાહરની આ ઓવરમાં ધોની કુલ 4 બોલ રમ્યો પરંતુ માત્ર 2 જ રન બનાવી શક્યો. ચાહરની આ ઓવરમાં ધોની એકદમ અસહાય લાગી રહ્યો હતો. તેના સ્લોટમાં એકપણ બોલ નહોતો આવ્યો. 

ત્યારબાદ ધોની ઈનિંગની છેલ્લી ઓવર પોતે જ રમ્યો. આ ઓવરમાં અર્શદીપ સિંહ બોલિંગ કરવા આવ્યો. આ ઓવરમાં એક્સ્ટ્રા રન સહિત કુલ 13 રન આવ્યા. ધોનીએ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ ત્યાર પછીના તેના 3 બોલ ખાલી ગયા. પાંચમાં બોલ પર ધોનીએ છગ્ગો ફટકાર્યો જે આ વર્ષનો ચેપોકમાં તેનો પ્રથમ છગ્ગો હતો. છેલ્લા બોલ પર ધોનીએ બે રન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે આઉટ થઈ ગયો. સ્કોરબોર્ડમાં માત્ર એક જ રન ઉમેરાયો. 

સામાન્ય રીતે ધોની લેગ સ્પિન સામે નથી રમી શકતો. આ વાત એક આંકડા પરથી સમજી શકીએ છીએ. ટી20 મેચોમાં તે લેગ સ્પિનરો સામે માત્ર 699 રન જ બનાવી શક્યો છે, જેમાં 22 વખત તે આઉટ થયો છે. આ દરમિયાન તેણે 33 ચોગ્ગા અને 32 છગ્ગા ફટકાર્યા છે. લેગ સ્પિનરો સામે ધોનીનો સ્ટ્રાઈક રેટ 106.55 અને એવરેજ 31.77 છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની અટપટી વ્યૂહરચના

જો કે આ મેચમાં ચેન્નાઈની વ્યૂહરચના પણ અટપટી રહી હતી. ટીમનો ફિનિશર શિવમ દુબે પ્રથમ વિકેટ (અજિંક્ય રહાણેની) પડતા જ નવમી ઓવરમાં ઉતર્યો અને તે ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. ત્યારબાદ 10મી ઓવરમાં સમીર રિઝવીને 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો. ચેન્નાઈના તરખાટનું આ તીર પણ કંઈ ખાસ ન કરી શક્યું. યુપી ટીમ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા અને મેરઠના રહેવાસી સમીરે 23 બોલમાં 21 રનની ઈનિંગ રમી. અહીં ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે, જ્યારે સમીર રિઝવી આવ્યો ત્યારે મોઈન અલી જેવો બેટ્સમેન ડગઆઉટમાં હાજર હતો.

Gujarat