For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખર્ચ ઘટશે, આવક વધશે અને મન રહેશે પ્રસન્ન: આ 5 રાશિના જાતકો પર વરસશે શનિદેવની કૃપા

Updated: May 2nd, 2024

ખર્ચ ઘટશે, આવક વધશે અને મન રહેશે પ્રસન્ન: આ 5 રાશિના જાતકો પર વરસશે શનિદેવની કૃપા
Image Twitter 

Shani Dev: શનિદેવ 12 મે 2024 ના રોજ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિદેવનું નક્ષત્ર પરિવર્તનની સાથે જ કેટલીક રાશિના લોકોને શુભ ફળ પ્રાપ્ત થશે. જ્યોતિષમાં શનિદેવનું વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શનિદેવને પાપી ગ્રહ કહેવામાં આવે છે. શનિની અશુભ અસરથી દરેક વ્યક્તિ ડરે છે. અને જ્યારે શનિ અશુભ હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એજ પ્રમાણે જ્યારે શનિ શુભ હોય, ત્યારે જીવન સુખમય બનાવે છે. જ્યારે શનિ શુભ હોય છે ત્યારે વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે. આવો આજે આપણે શનિના નક્ષત્ર પરિવર્તનથી કઈ કઈ રાશિઓને શુભ ફળ મળશે. 

મેષ રાશિ

  • અપેક્ષા કરતાં ખર્ચ પ્રમાણમાં ઓછો રહેશે.
  • મિત્રની મદદથી નોકરીમાં સ્થળ બદલીનો અવસર મળી શકે છે.
  • ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.
  • શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે.
  • અટવાયેલા પૈસા પરત મળવાના યોગ બની શકે છે.
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે.
  • વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. 
  • ધંધાકીય સ્થિતિ સતત મજબૂત થતી જોવા મળે.
  • પિતાનો સહયોગ મળતો રહેશે.

મિથુન રાશિ

  • ઘર- પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
  • ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. 
  • શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યોનું સુખદ પરિણામ મળશે.
  • બાળકો તરફથી સારા સમાચાર મળશે.
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.
  • આવક વૃદ્ધિના સાધનો વિકસિત થઈ શકે છે. 
  • જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે.
  • વેપાર-ધંધાની સ્થિતિમાં સુધારો થશે.
  • નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે.

સિંહ રાશિ

  • વાહન સુખની સુવિધા વધી શકે છે.
  • વેપારમાં વૃદ્ધિ થાય.
  • ધનલાભનો અવસર મળે.
  • ભાઈ-બહેનોનો સહયોગ પણ મળી શકે છે.
  • કોઈ મિત્રની મદદથી ધનલાભ થવાની શકયતા. 
  • નોકરીમાં તમને કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે.
  • તમારી આવકમાં વધારો થશે.
  • તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.
  • કોઈ પૈતૃક સંપત્તિ મેળવી શકો છો.
  • શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે.
  • કોઈ મિલકતમાંથી આર્થિક લાભ થવાની સંભાવના છે.
  • નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે.

કન્યા રાશિ

  • ખર્ચમાં ઘટાડો થશે અને પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ આવશે.
  • શૈક્ષણિક કાર્યમાં સુધારો આવે.
  • સંશોધન કાર્ય માટે વિદેશ પ્રવાસની તકો બની રહી છે. યાત્રા લાભદાયી રહેશે.
  • નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા.
  • વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. 
  • મન પ્રસન્ન રહેશે.
  • આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે.
  • કાર્યક્ષેત્રમાં સ્થિતિ સુધારો થશે. 
  • નોકરીમાં સ્થાન પરિવર્તનની તક મળી શકે છે.

ધન રાશિ

  • નોકરી કરતાં લોકોને ઉપલા અધિકારીઓનો સહયોગ મળશે.
  • કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે.
  • જીવનસાથીનો સહયોગ સહયોગ મળશે.
  • શૈક્ષણિક કાર્યમાં સુધારો આવે.
  • બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.
  • વેપાર-ધંધામાં લાભની તકો મળશે.
  • વાહનની સુવિધા વધારો થઈ શકે છે.
  • વેપારમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. 
  • ધાર્મિક કાર્યોમાં રુચિ વધે. 
  • લેખન તેમજ બૌદ્ધિક કાર્યો પૈસા કમાવવાનું સાધન બની શકે છે.
  • નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે.
Gujarat