Valsad

ભિલાડના બોરલાઇમાં એકસાથે મૃત 70 પશુઓને દાટી દીધા બાદ દુર્ગઘ ફેલાતા લોકો પરેશાન

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
વલસાડના ઉમરગામ તાલુકાના બોરલાઇ ગામે પૂરના પાણીમાં 80 ભેંસોના કરુણ મોતથી અરેરાટી વ્યાપી છે. પશુ માલિકની બેદરકારીને કારણે તબેલામાં બંધાયેલી ભેંસો ડૂબી ગઈ હતી. મૃતદેહોને વાડીમાં ખાડો ખોદી દાટી દેવાતા હવે દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. સ્થાનિક તંત્રએ હવે યોગ્ય દફનવિધિની કવાયત હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભિલાડના બોરલાઇમાં એકસાથે મૃત 70 પશુઓને દાટી દીધા બાદ દુર્ગઘ ફેલાતા લોકો પરેશાન

Valsad Flood : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરલાઇ ગામે પૂરના પાણીમાં અબોલ જીવોની કરૂણ દશા અને પશુ માલિકની બેદરકારીનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પૂરના ધસમતા પાણી વચ્ચે તબેલામાં બાંધેલા 80 પશુઓ ડૂબી જતા મોતને ભેટતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આટલી મોટી દુર્ઘટના બાદ પશુ માલિકે મૃતદેહોને અયોગ્ય નિકાલની કારણે આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભું થયું છે. વાડીમાં ખાડો ખોદી એક પર એક મૃતદેહોને દાટી દીધા બાદ હવે ચોમેરે દુર્ગંધ ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આખરે સફળતા જાગેલા સ્થાનિક તંત્ર દ્રારા યોગ્ય રીતે દફન વિધી કરવા કવાયત આદરી છે.
ઉમરગામ તાલુકામાં બે દિવસ સુધી ભારે વરસાદને કારણે જળહોનતર થતા જનજીવન તો પ્રભાવિત બન્યું હતું પણ અબોલ જીવો પણ પૂરના પાણીમાં તણાયા બાદ અનેકને મોત થયા હતા. ત્યારે ભિલાડના બોરલાઇ ગામે આવેલા તબેલામાં પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં બાંધેલી 80 ભેંસો તણાઈને ડુબી જતા મોતને ભેટી હતી. એકસાથે 80 અબોલ પશુઓના મોતને પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પશુઓની કરૂણતા એ હતી કે પાણી ઘુસ્યા ત્યારે તમામ બાંધેલી હાલતમાં હોવાથી પોતાના બચાવ માટે ભાગી શક્યા નહી અને તબેલામાં જ પાણીમાં ડૂબીને કાળનો કોરિયો બની ગયા હતા. આ ઘટનાને પગલે પશુ પાલકો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
એક સાથે 80 પશુઓના મોત બાદ પશુ માલિકે રાતોરાત પોતાની વાડીમાં એક મોટો ખાડો ખોદીને 80 મૃત પશુઓને એક પર એક ગોઠવી દાટી દેવામાં આવ્યા હતા. હવે ખાડામાંથી પશુઓની લાશ બહાર આવ્યા બાદ ચોમેરે અસહ્ય દુર્ગંધ ફેલાતા પશુ માલિકની ભોપાળા અને બેદરકારી બહાર આવી છે. મૃતદેહો સમય જતા સડવા લાગતાં જમીનમાંથી તીવ્ર દુર્ગંધ મારવા લાગી છે. જેને કારણે ગામલોકોની હાલત કફોડી બની છે.
લોકોને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહી પણ લોકોના આરોગ્ય સામે ખતરાની દહેશત વર્તાઈ રહી છે.
ખુલ્લામાં આડેધડ દાટેલી અને હવે અડધી સડી ગયેલી હાલતમાં બહાર આવી ગયેલી 80 પરની લાશનો સલામત રીતે પુન: નિકાલ કરવોએ સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર બની ગયો છે. ગામલોકોએ પશુ માલિકની અક્ષમ્ય બેદરકારીને લઇ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. આખરે સફળા જાગેલા સ્થાનિક તંત્ર દ્રારા યોગ્ય રીતે દફન વિધી કરવા કવાયત આદરી છે.