Valsad

વાપીની સગીરાને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
વાપી કોર્ટે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. પાડોશી આલમ મોહંમદ આફતાબ ઝાકીમે 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે પીડિતાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીની સગીરાને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

Vapi Court : વાપીની સગીરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારિરીક સંભોગ કરી ગર્ભવતિ બનાવવાના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.
કેસની વિગત એવી છે કે વાપી વિસ્તારમાં એક પરિવાર રહે છે. પરિવારની 16 વર્ષિય સગીરા શબાના (નામ બદલ્યું છે)ને પાડોશમાં રહેતો યુવાન આલમ મોહંમદ આફતાબ જકીમે (ઉ.વ.25) પ્રેમજાળમાં ફસાવી હતી. વર્ષ 2021માં મોહંમદ આફતાબે શબાનાને પોતાની રૂમમાં બોલાવી લગ્ન કરવાની લાલચ આપી શારિરીક સંભોગ કર્યા હતો. અવનવાર શારિરીક શોષણ કરાયું હતું. થોડા મહિના બાદ શબાનાને પેટમાં દુ:ખાવો ઉપડતા ચલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જતા શબાનાને સાત મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા.
શબાનાની પુછપરછ કરતા તેણે પાડોશમાં રહેતા મોહંમદ આફતાબે કૃત્ય કર્યુ હોવાનું જણાવ્યું હતું. બાદમાં પરિવારે આરોપીના ભાઈને વાત કરતા તેણે તમારાથી થાય તે કરી લો એવી ધમકી આપી હતી. આખરે પરિવારે મોહંમદ આફતાબ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ચાર્જશીટ પણ રજૂ કરી દીધી હતી.
વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં પબ્લિક પ્રોસિકયુટર અનિલ ત્રિપાઠીએ પીડિતા સહીત અનેક લોકોની જૂબાની, મેડિકલ રિપોર્ટ સહિત સજ્જડ પુરાવા સાથે અનેક પાસાઓ પર દલીલો કરી હતી. જજ ડો.એચ.એન.વકીલે આરોપીને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદ અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. જ્યારે પિડિતાને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.4 લાખ વળતર પેટે ચૂકવવા પણ આદેશ કરાયો છે.