સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rain In Surat: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદી માહોલ છે. જેમાં છેલ્લા બે દિવસમાં અનરાધાર વરસાદથી સુરત જળમગ્ન બન્યું છે. સુરતના પલસાણા, કામરેજ, સુરત સિટી, બારડોલી, અંબિકા સહિતના વિસ્તારોમાં 10-10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે જ્યાં જોઈએ ત્યાં પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. અતિભારે વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે, ત્યારે સુરતમાં જળબંબાકારની સ્થિતિમાં ફસાયેલા અનેક લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરીને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યા છે.
સુરતમાં જળમગ્ન સ્થિતિમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતના અનેક તાલુકામાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા SDRF, NDRF અને પોલીસની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સુરતના પાંડેસરા વિસ્તારના કૃષ્ણનગર અને ગઢા નગરના ગળાડૂબ પાણીમાં ફસાયેલા 150થી વધુ નાગરિકોને SDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું.
બીજી તરફ, સુરતના મીઠી ખાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 71 પુરુષ, 53 મહિલા અને 19 બાળકો સહિત કુલ 143થી વધુ નાગરિકોને NDRFના જવાનો દ્વારા રેસ્ક્ય કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ
- પલસાણામાં 18.19 ઇંચ
- કામરેજમાં 17.40 ઇંચ
- સુરત સિટીમાં 14.09 ઇંચ
- બારડોલીમાં 9.37 ઇંચ
- અંબિકામાં 9.25 ઇંચ
- મહુવામાં 8.86 ઇંચ
- ઉમરપાડામાં 6.34 ઇંચ
- ચોરાસીમાં 6.26 ઇંચ
- માંડવીમાં 4.88 ઇંચ









